News Updates
ENTERTAINMENT

હૈદરાબાદ ટેસ્ટના પહેલો દિવસ ભારતના નામે:ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 246 રન ઓલઆઉટ; ભારત 119/1, જયસ્વાલ 76 રન બનાવીને અણનમ પરત ફર્યો

Spread the love

ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચનો પ્રથમ દિવસ ભારતીય ટીમના નામે રહ્યો હતો. હૈદરાબાદમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 64.3 ઓવરમાં 246 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે સ્ટમ્પ્સ સુધી એક વિકેટ ગુમાવીને 119 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 76 અને શુભમન ગિલ 14 રન બનાવીને અણનમ છે. કેપ્ટન રોહિત શર્મા 24 રન બનાવીને આઉટ થયો હતો. ભારત હવે ઇંગ્લેન્ડથી માત્ર 127 રન પાછળ છે.

આ પહેલા ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટોએ 37 રન અને બેન ડકેટે 35 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી.


Spread the love

Related posts

વુમન્સ પ્રીમિયર લીગ કેપ્ટન 2 ભારતીય અને 3 વિદેશી ખેલાડી, જુઓ ફોટો

Team News Updates

અનન્યા પાંડે ઓફ શોલ્ડર ગાઉનમાં ગોર્જિયસ અંદાજ, કાર્તિક આર્યન જીમની બહાર જોવા મળ્યો

Team News Updates

પ્રિયંકા ચોપરાએ પોતાનો 166 કરોડનો બંગલો છોડ્યો:ઘરમાં ભેજની સમસ્યા થઇ, પ્રોપટી ડીલર સામે ફરિયાદ નોંધાવી

Team News Updates