News Updates
ENTERTAINMENT

વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ ઈન્ડિયા બીચ પર વોલીબોલ રમી:રોહિત-વિરાટ બાર્બાડોસ પહોંચ્યા, 2 ટેસ્ટ મેચની સિરીઝ પહેલા એક અઠવાડિયાનો પ્રેક્ટિસ કેમ્પ

Spread the love

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બાદ વિરાટ કોહલી પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે બાર્બાડોસ પહોંચી ગયો છે. ભારતીય ટીમ આજથી પ્રેક્ટિસ શરૂ કરશે.

એક દિવસ પહેલા સોમવારે રોહિત, વિરાટ સહિત ટીમના ખેલાડીઓ બાર્બાડોસમાં બીચ પર વોલીબોલ રમ્યા હતા. BCCIએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ જોવા મળે છે.

2 ટેસ્ટ સિરીઝનો પહેલા કેમ્પ
ભારતીય ટીમે 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. તે પહેલા ટીમ બાર્બાડોસમાં એક સપ્તાહનો કેમ્પ કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તમામ ખેલાડીઓને 3 જુલાઈ સુધીમાં બાર્બાડોસ પહોંચી જવાની સૂચના આપી છે. રોહિત શર્મા શનિવારે બાર્બાડોસ પહોંચ્યો હતો. વિરાટ સોમવારે ટીમ સાથે જોડાયો હતો.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ પહેલા બે પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે.

ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની સિરીઝ પણ
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ 12 જુલાઈ અને બીજી 20 જુલાઈથી રમાશે. વનડે સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે, જ્યારે પાંચ મેચની T20I સિરીઝ 3 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી ચાલશે.

ભારતીય ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે (વીસી), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, કેએસ ભરત (વિકેટમેન), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, ઈશાન કિશન (વિકેટકીપર) અને નવદીપ સૈની.

ભારતીય વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. , યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.


Spread the love

Related posts

 CINEMA :વિક્રમ ઠાકોર વાંસળી વગાડવાથી લઈ સિંગરમાંથી ઢોલિવુડમાં સુપર સ્ટાર બનેલા

Team News Updates

1989ની કોલસા દુર્ઘટના પર આધારિત ફિલ્મ ‘મિશન રાનીગંજ’નું ટ્રેલર રિલીઝ:જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવશે અક્ષય કુમાર, લગ્ન પછી પરિણીતીની આ પહેલી ફિલ્મ હશે

Team News Updates

BOLLYWOOD:ભાઈજાન ક્યાં શિફ્ટ થઈ શકે?શું સલમાન ખાને હવે ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’નો મોહ છોડી દેવો જોઈએ? 

Team News Updates