News Updates
ENTERTAINMENT

MI vs GT, IPL 2023: સૂર્યકુમાર યાદવે ઓન કેમેરા રાશિદ ખાનને આપેલ ચેલેન્જનો દિવસ, 360 ડીગ્રી ધુલાઈ થશે કે દાંડિયા ઉડશે?

Spread the love

Suryakumar Yadav vs Rashid Khan, IPL 2023: વાનખેડેમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ધમાલ મચનારી છે. રાશિદ અને સૂર્યા બંને ફોર્મમાં છે અને બંને વચ્ચે ટક્કર જબરદસ્ત બનશે.

હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચ ધમાલ મચનારી છે. આજે ગુજરાતની ટીમને પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવાનો સમય છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ટિકિટ મેળવવાની રેસમાં ટકી રહેવાની લડાઈ લડવાની છે. જેમ જેમ અંતિમ તબક્કા તરફ સિઝન આગળ વધી રહી છે. એમ પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની છે. હવે આ રેસમાંથી કેટલીક ટીમોએ બહારના રસ્તા જોવા પડશે. આવો સમય ના જોવો હોય તો મુંબઈએ મરણિયો પ્રયાસ કરવો પડશે. મુંબઈને સૂર્યકુમાર યાદવ પાસેથી ઘણી આશાઓ છે. તો ગુજરાતને રાશિદ પાસેથી.

જોકે મુંબઈના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે રાશિદ ખાનને 12 તારીખે મળવવાની ચેલેન્જ આપી હતી. હવે આ સમય આવી ચૂક્યો છે. વાનખેડેમાં ગુજરાત અને મુંબઈ વચ્ચેની ટક્કરમાં આ બંને સ્ટાર ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

બેંગ્લોર સામે જીત બાદ આપી હતી ચેલેન્જ

સૂર્યકુમાર યાદવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જબરદસ્ત બેટિંગ કરીને મુંબઈને એક તરફી જીત અપાવી હતી. આ મેચમાં સૂર્યાએ 35 બોલનો સામનો કરીને 83 રનની ઈનીંગ રમી હતી. સૂર્યાએ બેંગ્લોરના બોલરોની ધૂલાઈ કરતા 6 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની બેટિંગ જોઈને ગુજરાતના સ્ટાર ખેલાડી રાશિદ ખાને કોમેન્ટ કરી હતી કે, અમે બોલર્સ હવે ક્યાં બોલ કરીએ. જેના જવાબમાં સૂર્યાએ ઓન કેમેરા ચેલેન્જ આપી હતી. સૂર્યાએ બતાવ્યુ હતુ કે, 12મી મળીએ છીએ.

હવે 12 મેનો દિવસ આવી ગયો છે. મેચમાં કોના 12 વાગશે એતો રાત્રીના 12 પહેલા વાનખેડેમાં સ્પષ્ટ થઈ જશે. કારણ કે બંને ખેલાડીઓ શાનદાર ફોર્મ ઘરાવે છે. બંને એક બીજાને નિપટાવવા માટે સક્ષમ છે. રાશિદ વિકેટ ટેકર બોલર છે, તે 19 વિકેટ સિઝનમાં ઝડપી ચૂક્યો છે. જોકે આ સિઝનમાં રાશિદના શિકારમાં સૂર્યાનુ નામ જોડી શકવામાં તે સફળ રહ્યો નથી. જોકે તેણે મિડલ ઓવરમાં પરેશાનીઓ ખૂબ ઉભી કરી છે. આમ મિડલ ઓવર્સ દરમિયાન ટક્કર જોવાની મજા આવશે. રાશિદે મિડલ ઓવર્સમાં જ 12 વિકેટ સિઝન દરમિયાન ઝડપી છે.

સૂર્યા કરશે ધુલાઈ?

મુંબઈનો આ સ્ટાર બેટર પોતાનો ધુલાઈનો કાર્યક્રમ મિડલ ઓવર્સમાં કરતો હોય છે. રાશિદ ખાન મિડલ ઓવર્સમાં ખૂબ વિકેટ ઝડપી ચુક્યો છે. સૂર્યા જોકે આ ઓવર્સમાં ધુલાઈ ખૂબ કરતો હોય છે અને સ્ટ્રાઈક રેટ પણ તેનો 200ની આસપાસ આ દરમિયાન રહેતો હોય છે. સૂર્યા મિડલ ઓવર્સમાં 9 વાર વિકેટ ગુમાવી ચૂક્યો છે. હવે જોવાનુ એ રહે છે કે, આજે રાશિદની ફિરકી ચાલશે કે, 360 ડિગ્રી બેટ.


Spread the love

Related posts

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓપનરોમાં બે ભારતીય, જાણો કોણ છે ટોપ-5માં

Team News Updates

ડેડમેનના નામથી પ્રખ્યાત છે ધ અંડરટેકર, જાણો તેની નેટવર્થ

Team News Updates

અમ્પાયરે આઉટ આપ્યા બાદ ફરી બેટિંગ માટે બોલાવ્યો, બેટ્સમેનને સદી ફટકારી

Team News Updates