News Updates
ENTERTAINMENT

IND vs BAN:બીજી ટેસ્ટ મેચમાં કેવું રહેશે હવામાન ભારત અને બાંગ્લાદેશની

Spread the love

કાનપુર ઐતિહાસિક મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પહેલી ટેસ્ટ મેચ 280 રનથી જીતી છે. તો ચાલો જાણીએ બીજી ટેસ્ટ મેચ પહેલા બંન્ને ટીમનો રેકોર્ડ કેવો છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરના રોજ કાનપુરમાં રમાશે. ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે. પહેલી ટેસ્ટ મેચ ભારતીય ટીમે 280 રનથી જીતી હતી. ભારતીય ટીમ હવે બીજી ટેસ્ટ મેચ જીતી સીરિઝ 2-0થી જીતવા માંગે છે.

પહેલી ટેસ્ટ મેચમાં અશ્વિન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચમાં અત્યારસુધી કુલ 14 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 12 મેચમાં જીત મેળવી છે. બાંગ્લાદેશની ટીમે એક પણ મેચ જીતી નથી. 2 મેચ બંન્ને ટીમ વચ્ચે ડ્રો રહી છે.

કાનપુરમાં 27 સપ્ટેમ્બરના રોજથી શરુ થઈ રહેલી ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ પિચની વાત કરીએ તો આ બંન્ને ટીમ માટે નવી મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે, ચેન્નાઈમાં લાલ માટી હતી અને કાનપુરમાં કાળી માટી હશે.

કાનપુરમાં ભારતીય ટીમે અત્યારસુધી કુલ 23 મેચ રમી છે. જેમાં 7માં ભારતને જીત મળી છે. તેમજ 3 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

હવે આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં હવામાન વિશે વાત કરીએ તો. 27 સપ્ટેમ્બરના રોજ વરસાદ પડવાની શક્યતા પણ છે. આ દિવસે 92 ટકા વરસાદ પડી શકે છે.


Spread the love

Related posts

ISHA AMBANI Met Gala 2023: ઈશા અંબાણીએ બ્લેક સાડીમાં ધૂમ મચાવી, હાથમાં પકડેલ ડોલ બેગની કિંમત જાણીને હોશ ઉડી જશે

Team News Updates

લક્ષ્મણ આયર્લેન્ડ પ્રવાસ પર નહીં જાય:પ્રથમ મેચ 18 ઓગસ્ટથી રમાશે; બુમરાહ ટીમનું સુકાન સંભાળશે

Team News Updates

BIGG BOSS 18:જાનવરો કેમ આવવા લાગ્યા?સલમાન ખાનના શોમાં,કૂતરા પછી હવે ગધેડો

Team News Updates