News Updates
AHMEDABAD

દુબઈથી સોનાની દાણચોરી કરતી ગેંગ ઝડપાઈ, જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4ની ધરપકડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત

Spread the love

અમદવાદ ક્રાઈમ બ્રાંચે સોનાની દાણચોરી કરતા જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કુલ 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ લોકો દુબઈથી સોનાની દાણચોરી કરી અમદાવાદમાં જ્વેલર્સ સુધી પહોંચાડતા હતા.

 દુબઈથી સોનાની દાણચોરી કરી અમદાવાદમાં જવેલર્સ સુધી પહોંચાડતી ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત ચારની ધરપકડ કરી. કુલ 80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે 2021 થી આ દાણચોરીનું રેકેટ ચાલતું હતું.

આરોપીઓએ દાણચોરી કરી 3 કરોડથી વધુનું સોનુ દેશમાં ઘુસાડ્યુ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જયેશ સોની, તેની પત્ની શીલા સોની, જીગર રાઠોડ અને કેતન સોનીની ધરપકડ કરી છે. આ આરોપીઓ વર્ષ 2021 થી સોનાની દાણચોરીનું સુનિયોજીત રેકેટ ચલાવી રહ્યા છે. અત્યાર સુધી આરોપીઓએ પાંચથી વધુ વખત સોનાની દાણચોરી કરી અંદાજિત 3 કરોડથી વધુનું સોનું દેશમાં ઘુસાડ્યું હતું. જોકે પોલીસ તપાસમાં દુબઈનો ચેતન ચૌધરી નામનો એક આરોપી ફરાર છે. જે દુબઈમાં સોનાને પાવડરમાં મિક્સ કરી જયેશ અને તેની પત્ની શીલાને આપતો હતો. બાદમાં તે સોનું અંડર ગારમેન્ટ, બાળકોના ડાયપર, સેનેટરી પેડમાં છુપાવી દેશમાં લાવતા હતા.

સોનુ અમદાવાદ પહોંચ્યા બાદ સોના પાઉડર ગાળી દેતા હતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનાની દાણ ચોરી કરતા આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓ દુબઈ એરપોર્ટ પરથી વિમાન મારફતે મુંબઈ એરપોર્ટ આવતા. ત્યાંથી ટ્રેન મારફતે સુરત અને બસ મારફતે અમદાવાદ સુધી પહોંચતા હતા. સાથે જ આ રેકેટ ચલાવનાર જીગર રાઠોડ અને કેતન સોની જયેશ અને શીલાની દુબઈ ટુરનો તમામ ખર્ચો તથા એક ટ્રીપના 25000 રૂપિયા આપતા હતા અને દુબઈમાં રહેલો ચેતન ચૌધરી હોટલ પર જઈ સોનુ પહોંચાડતો હતો. જે બાદમાં દેશમાં સ્મગલિંગ કરવામાં આવતું હતું. સોનુ અમદાવાદ પહોંચ્યા બાદ જીગર દ્વારા કેતન સોની તે સોના પાઉડર ગાળીને દેતા હતા. જેથી ફરી વખત તે સોનાની લગડી બનાવી દેતા હતા.

બે વર્ષથી સોનાની દાણચોરીનું રેકેટ ચલાવી રહ્યા હતા આરોપીઓ

વર્ષ 2021ના અંતથી શરૂ થયેલું આ રેકેટ બે વર્ષથી બેરોકટોક ચાલી રહ્યું છે. જેથી પોલીસને શંકા છે કે મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે. આ કેસમાં કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે શીલા અને તેના પતિ જયેશને દુબઈ ટુરનો ખર્ચો જીગર તથા કેતને આપ્યો ન હતો આથી તેમની વચ્ચે તકરાર થતા મામલો સામે આવ્યો. જોકે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.


Spread the love

Related posts

અમદાવાદમાં PSI અને તેમના રાયટર 1000 ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

Team News Updates

ગુજરાતમાં આગામી 24 કલાક ઠંડો પવન ફૂંકાશે:ઉ. ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળશે, રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ, પણ વરસાદ પડશે નહીં

Team News Updates

Ahmedabad ના અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ

Team News Updates