રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રેક્ટિસ મેચ બાદ ભૂખ લાગતા અધિકારીઓ અને સભ્યો 1.26 લાખનું જમી ગયા

0
91
  • મનપાની સ્ટેન્ડિંગ બેઠકમાં 32 દરખાસ્ત મંજૂર

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 25 દરખાસ્ત અને સાત અરજન્ટ દરખાસ્ત મુકવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્તમાં ક્રિકેટ મેદાન ખાતે યોજાયેલા મેચ દરમિયાન રાત્રીભોજન માટે 12600નો ખર્ચ કર્યો હતો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ મેચ રમ્યા બાદ પોતાના ખર્ચે ભોજન ન કરી શકે? આ પ્રકારના ખર્ચ કરવા યોગ્ય નથી. જાડેજાએ જુદા જુદા વિકાસ કામોના ટેન્ડરમાં ઓન આપવા સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.અરજન્ટ દરખાસ્તમાં છ દરખાસ્ત ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેને પેવર બ્લોકની દરખાસ્ત પરત મોકલી રી ટેન્ડર કરવા કહ્યું હતું તે છે. રી ટેન્ડર કરતા મનપાના 17.43 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આઠ અરજન્ટ સહિત 32 દરખાસ્ત મંજૂર કરાઈ છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને શુક્રવારે બપોરે 12 કલાકે કમિટીની બેઠક મળી હતી. જેમાં જેમાં 32 દરખાસ્ત મુકાઇ હતી તે તમામ મંજૂર કરવામાં આવી છે. ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પેવિંગ બ્લોક આઠ દરખાસ્ત પરત મોકલવામાં આવી હતી અને રી ટેન્ડર કરવા કમિટીએ કહ્યું હતું. જેના પગલે અધિકારીઓએ રી-ટેન્ડર કરતા છ ટેન્ડરમાં 17.43 લાખ રૂપિયા નીચો ભાવ આવ્યો છે. બે દરખાસ્તમાં ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. કમિટીને પેવિંગ બ્લોકની છ દરખાસ્ત મંજૂર કરતા વોર્ડ નં.1ની આલાપ ગ્રિનસિટી, લાભદીપ સોસાયટી (સુચિત), ગૌતમનગર, અક્ષરનગર, હરિઓમ સોસાયટી, સત્યનારાયણનગર તથા કષ્ટભંજન સોસાયટીમાં પેવિંગ બ્લોક નખાશે.

આ ઉપરાંત કમિટી સમક્ષ કાલાવડ રોડ પર હયાત પાણીના ટાંકાની બાજુમાં નવો ટાંકો બનાવવા, વોર્ડ નં.12 અ અને 18-બમાં પાર્ટ ટાઇમ સફાઇ કામદાર રાખી સફાઇ કરાવવા, શહેરમાંથી મરેલા ચાર પાગલ જાનવરો ઉપાડવા અને નિકાલ કરવા રૂ.18.40 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નં.9માં 1.14 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે લાઇન નાખવા, રવિરત્ન પાર્કમાં પેવિંગ બ્લોક નાખવા સહિતની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here