ચોખાના દાણા પર વિદ્યાર્થીનીએ લખી આખી ભગવત ગીતા

0
88

હૈદરાબાદની એક લો સ્ટુડન્ટે 4042 ચોખાના દાણા પર ભગવદ ગીતા લખી છે. આ કામ કરવામાં વિદ્યાર્થીનીને 150 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ પહેલા તેણે આ જ રીતે 2000 જેટલી કલાકૃતિઓનો સંગ્રહ કર્યો છે.  આ કલાકારનું નામ સ્વારીકા છે અને તેનું કહેવું છે કે, તેણે 4042 ચોખાના દાણા પર આખી ભગવદ ગીતા લખી છે, જેને કરવામાં 150 કલાકનો સમય લાગ્યો હતો. માઇક્રો આર્ટ બનાવવા માટે તે વિવિધ વસ્તુઓ પર કામ કરે છે.


તેણે કહ્યું કે તેણે મિલ્ક આર્ટ, પેપર કાર્વિંગ અને અન્ય ઘણા ઉત્પાદનો પર પોતાની કલાકારી દર્શાવી ચુકી છે. તાજેતરમાં સ્વારીકાએ હેર સ્ટ્રેન્ડ્સ પર બંધારણની પ્રસ્તાવના લખી હતી. જેના માટે તેલંગાણાના રાજ્યપાલે  તેમનું સન્માન કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ તેની કલાકારીની માન્યતા પ્રાપ્ત થયા બાદ સ્વારિકા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની ઓળખ બનાવવા માંગે છે.


તેણે ચાર વર્ષ પહેલા  ચોખાના દાણા પર ભગવાન ગણેશની તસવીર દોરીને માઇક્રો આર્ટ શરૂ કરી હતી. આ પછી તેણે ચોખાના એક દાણા પર અંગ્રેજીના સંપૂર્ણ મૂળાક્ષરો લખ્યા હતા. વર્ષ 2017 માં તેને આંતરરાષ્ટ્રીય ઓર્ડર બુક ઓફ રેકોર્ડ્સથી નવાજવામાં આવી હતી. 2019 માં દિલ્હી કલ્ચરલ એકેડેમી તરફથી રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો અને ભારતના પ્રથમ માઇક્રો-કલાકાર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ. જો કે, કાયદાની વિદ્યાર્થી તરીકે સ્વારીકા કહે છે કે તે જજ બનવા માંગે છે અને ઘણી મહિલાઓ માટે પ્રેરણા બનવા ઈચ્છે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here