હવે ટૂંક સમયમાં ઘટી જશે ડુંગળીના ભાવ

0
107
  • કેન્દ્ર સરકાર રાતોરાત એક્શનમાં: આ યાતના નિયમોમાં છુટછાટ જાહેર કરાઈ


ડુંગળીના આકાશને આંબી રહેલા ભાવથી દેશનો આમ આદમી ભારે ચિંતિત અને દુ:ખી બની ગયો છે ત્યારે તહેવારના દિવસોમાં જ મોંઘવારીના મારથી દેકારો થતા કેન્દ્ર સરકાર રાતોરાત એક્શનમાં આવી ગઈ છે અને ડુંગળીના ભાવને કાબૂમાં રાખવા માટે આ યાતના નિયમોમાં છુટછાટ ની જાહેરાત કરી છે.


આ ઉપરાંત કેન્દ્ર સરકાર બફર સ્ટોક માંથી પણ ડુંગળી ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે જેથી તહેવારના દિવસોમાં લોકો ને વ્યાજબી ભાવ પર અતિ આવશ્યક ડુંગળી મળી શકે અને આમ આદમી નું જીવન સરળ અને પડકાર વગરનું બની શકે.


પાછલા દસ દિવસમાં ડુંગળીના ભાવમાં 12 ટકા જેટલો તોતિંગ વધારો થઈ જતા કેન્દ્ર સરકાર પણ ચોંકી ઉઠી હતી અને રાતોરાત સંબંધિત મંત્રાલય દ્વારા બેઠક કરવામાં આવી હતી અને આ યાતના નિયમોમાં છુટછાટ ની જાહેરાત કરી દેવામાં આવી હતી.


દરમિયાનમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ દેશોના ભારતીય દૂતાવાસો ને એવી સૂચના આપી છે કે તેઓ સંબંધિત દેશોમાં વેપારીઓ સાથે સંપર્ક કરે અને દેશમાં વધુમાં વધુ ડુંગળી આયાત થઇ શકે તેવી વ્યવસ્થા માટે કામ કરે. સરકારે આ યાતના નિયમોમાં છુટછાટ આપી છે ત્યારે ટૂંક સમયમાં જ ડુંગળીના ભાવમાં દેશમાં ઘટાડો થઈ જશે અને લોકોને રાહત મળશે તેમ સરકાર માને છે.


કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલય તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે ડુંગળી ની આયાત માટેના નિયમોમાં આપવામાં આવેલી છૂટછાટ 15 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. વધુ પ્રમાણમાં ડુંગળી આયાત થઇ શકે તે માટે લાંબી મુદ્દત રાખવામાં આવી છે અને દેશના સામાન્ય વર્ગને પણ તકલીફ ન પડે તે માટે કેન્દ્ર સરકારે રાતોરાત આ સૂચનાઓ જારી કરી દીધી છે.
સાથોસાથ કેન્દ્ર સરકાર માંથી કેન્દ્રીય ભંડારો અને રાજ્ય સરકારો અને ડુંગળી મોકલવાની શરૂઆત કરાવી છે નાગા  દિવસોમાં તેમાં વધુ ઝડપ લાવવામાં આવશે.

  • ઈરાનથી મંગાવવામાં આવી ડુંગળી

આ અગાઉ પણ ડુંગળીના ભાવ કાબૂમાં કરવા માટે 19 ઓક્ટોબરના રોજ નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં ઈરાનથી 600 ક્વિન્ટલ ડુંગળી આવી હ તી. જેમાંથી 25 ટન ડુંગળી એપીએમસી માર્કેટમાં પહોંચી. ઈરાનની ડુંગળીની કિંમત 55-60 રૂપિયા કિલો છે.

  • ડુંગળીના વેપારીઓ પર થઈ હતી આઈટીની કાર્યવાહી

અત્રે જણાવવાનું કે 14 ઓક્ટોબરના રોજ ડુંગળીના વેપારીઓ પર થયેલી આવકવેરા વિભાગની કાર્યવાહી બાદ મંડીમાં વેપારીઓ આવતા નહતા, એટલે કે એક પ્રકારે બજારમાં ડુંગળીનું કામ કાજ બંધ હતું. ગત સોમવારે જ્યારે બજાર ખુલ્યા તો ડુંગળીના ભાવમાં 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીનો અચાનક ઉછાળો જોવા મળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here