2017માં MLA વસોયા સહિત પાસના 34 કાર્યકરો સામે નોંધાયેલા રાયોટિંગના ગુનામાં જેતપુર કોર્ટે દિનેશ બાંભણીયા સહિત 3ને કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યા બાદ જામીન પર મુક્ત

0
231

દિનેશ બાંભણીયા વિરૂદ્ધ પણ રાયોટિંગનો ગુનો નોંધાયો હતો

  • 2017માં જેતપુરના સરદાર ચોકમાં પાસના કાર્યકરોએ ઘર્ષણ કર્યુ હતું

જેતપુર પાટીદાર અનામત આંદોલનમાં જેતપુરના 34 પાસના કાર્યકરો સામે 2017ના વર્ષમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. જેમાં હાલના ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો પણ સમાવેશ થાય છે. આજે જેતપુર કોર્ટમાં આ કેસ ચાલતા જજે પાસના દિનેશ બાંભણીયા, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને માણાવદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હાર્દિક સવસાણીને જ્યુડીશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે. જો કે, આ મામલે વકીલ દ્વારા જામીન માટે કોર્ટમાં દલિલ કરવામાં આવતા ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા કેસો પાછા ખેંચવાની ખાતરી પણ આપવામાં આવી હતી
પાટીદાર અનામત આંદોલન દરમિયાન સરકાર દ્વારા કેસો પાછા ખેંચવાની જે તે સમયે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. પરંતુ આજે પાસના 34 કાર્યકરો પૈકી દિનેશ બાંભણીયા, અમિત પટેલ અને હાર્દિક સવસાણીને જેલ હવાલે કરવાનો જેતપુર કોર્ટે આદેશ કર્યો છે. આ મામલે કોર્ટમાં વકીલ દ્વારા જામીન માટે દલિલ કરવામાં આવતા ત્રણેયને છોડવામાં આવ્યા હતા.

34 જેટલા પાસ કાર્યકરો સામે ગુનો નોંધાયો હતો
2017માં જેતપુરના સરદાર ચોકમાં પાસ કાર્યકરોના ઘર્ષણ મામલે 34 જેટલા પાસના કાર્યકરો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. રાયોટિંગ અને હથિયાર ધારા હેઠળ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ થઈ હતી. જે મામલે જેતપુર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે લોકસભાના ઉમદેવાર લલિત વસોયા, મનોજ પનારા, દિલીપ સાબવા સહિતના 34 લોકો સામે ફરિયાદ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here