સરકારી કર્મચારીઓ એલટીસી કેશ વાઉચર સ્કીમમાં બીજા અનેક બિલ આપી શકશે

0
57

નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ લીવ ટ્રાવેલ ક્ધસેશન (એલટીસી) કેશ વાઉચર સ્કીમનો લાભ મેળવવા તેઓએ પોતાના નામે ખરીદેલા સામાન અને લીધેલી સેવાને લગતા અનેક બિલ સુપરત કરી શકશે.


નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાંની લીવ ટ્રાવેલ ક્નસેશન (એલટીસી) કેશ વાઉચર સ્કીમને લગતી સ્પષ્ટતા કરવા માટે બહાર પાડેલા ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ર્ચન્સ (એફએક્યૂ)ના સેટમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ રજાના બદલામાં રોકડ રકમ લેવાને સ્થાને સંબંધિત લીવ ટ્રાવેલ ક્ધસેશન (એલટીસી)માં પ્રવાસના ભાડાંની રકમ ઉપરાંત અન્ય નિર્ધિરિત ખર્ચના બિલની રકમ મેળવી શકશે. કેન્દ્ર સરકારે 12મી ઑક્ટોબરે જાહેર કરેલી લીવ ટ્રાવેલ ક્ધસેશન (એલટીસી) કેશ વાઉચર સ્કીમના લાભ મેળવવા 12 કે તેથી વધુનો જીએસટી દરવાળો સામાન ખરીદી શકે છે અથવા એવી સેવાનો લાભ લઇ શકે છે.


કેન્દ્ર સરકારના કર્મચારીઓએ અત્યાર સુધી લીવ ટ્રાવેલ ક્ધસેશન (એલટીસી)નો લાભ લેવા માટે માત્ર પ્રવાસને લગતા બિલ જ રજૂ કરવા પડતા અને જો તેમ ન કરે તો તેની રકમ નહોતી મળતી. તેણે એવો ખુલાસો પણ કર્યો હતો કે કર્મચારીઓ જે ઇન્વોઇસ રજૂ કરે તેમાં જીએસટીને લગતી સ્પષ્ટ માહિતી આપેલી હોવી જરૂરી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here