મધ્ય ઝોનમાં અમને 20 વોટ મળતા નથી, છતાં ધન્વંતરિ રથ દોડાવ્યા

0
74

અમદાવાદના મેયર બિજલ પટેલની ફાઇલ તસવીર.

  • મ્યુનિ. બોર્ડમાં હસનલાલાને મેયરે આપેલા જવાબથી વિવાદ

મ્યુનિ. બોર્ડ બેઠકમાં મધ્ય ઝોન એટલે કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં સુવિધા બાબતે થયેલી ચર્ચામાં મેયર બિજલ પટેલે કોંગી કોર્પોરેટરને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, મત નથી મળવાના તે જાણવા છતાં સૌપ્રથમ 40 ધન્વંતરિ રથ મધ્ય ઝોનમાં દોડાવ્યા હતા. શાસક પક્ષના નેતા અમિત શાહે કહ્યું કે, ‘અમને ખબર છે કે અહીં 20 વોટ મળતા નથી છતાં અમે 4-4 કલાક તમારા વિસ્તારમાં ઊભા રહેતા હતા.

બેઠકમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે થયેલી ટપાટપી
હસનલાલા : 45 ટકા ઓછાના ટેન્ડરો આપવા, માત્ર કાગળ પર જ કામ થાય છે. જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયેલા હોય તે લોકો ડિસ્ટર્બ થાય તે માટે તો આ વ્યવસ્થા નથી કરવામાં આવતીને?
અમિત શાહ : લોકડાઉનમાં હું મેડિકલ વાન લઇને તમારા વિસ્તારમાં આવતો હતો,ને મને ખબર હતી કે, અહીં 20 વોટ પણ નહીં મળે.
હસન લાલા : સાહેબ એ તમારી ફરજમાં આવે છે. તમને શોખ થાય છે?
અમિતભાઇ : જમાલપુર હોય, દરિયાપુર હોય કે તમારા ધારાસભ્યના ઘર હોય અમે 4 -4 કલાક ઉભાં રહ્યાં છીએ.
મેયર : લાલાભાઇ અમે 40 ધન્વનંતરી વાન ચાલુ કરી, ત્યારે મધ્ય ઝોનના કન્ટેઇન્ટમેન્ટમાં ચાલુ કરી હતી. જે જગ્યાએથી ક્યારેય વોટ મળવાના નહોતાં.
હસનલાલા : આ તમને શોભતું નથી, તમારો ઘમંડ બોલે છે. તમારી મથરાવટી બોલે છે. તમારે સો-વાર આવવું પડે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here