પબજી પર પ્રતિબંધ મુકાયા બાદ પણ આ ગેમના રસીયાઓ તેની મજા આરામથી અત્યાર સુધી લઈ રહ્યા હતા. કારણ કે આ ગેમ પર પ્રતિબંધ મુકાયા બાદ પણ પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટમાં જેમણે આ ગેમ પહેલાથી રાખી હતી તેઓ તેની મજા પણ લઈ શકતા હતા. પરંતુ હવે આવા ગેમના રસીયાઓ તેની મજા માણી શકશે નહીં.30 ઓક્ટોબરથી ભારતમાં પબજી મોબાઈલ અને પબજી મોબાઈટ લાઈટ કામ કરતાં બંધ થઈ જશે. આ વાતની સત્તાવાર જાહેરાત પબજી ઈંડિયાએ ફેસબુક પોસ્ટ દ્વારા કરી દીધી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, 2 સપ્ટેમ્બર 2020ની ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના આદેશ અનુસાર ટેન્સેન્ટ ગેમ્સ ભારતમાં 30 ઓક્ટોબર 2020 તેની બધી જ સર્વિસ બંધ કરે છે. યૂઝરના ડેટા સુરક્ષિત રહે તે તેમની પ્રાથમિકતા છે, ભારતના ડેટા સુરક્ષાના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું છે અને ભારતમાંથી સર્વિસ બંધ કરવાનો અફસોસ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ચચર્ઓિ શરુ થઈ હતી કે પબજીની ભારતમાં વાપસી થશે, કારણ કે સપ્ટેમ્બર માસમાં પબજી ગેમ ડેવલપ કરનાર કંપ્ની પબજી કોર્પોરેશને ચીનની ટૈંસેન્ટ ગેમ્સ સાથે કરાર પુર્ણ કરી દીધો હતો.