સંગીતાસિંઘ કાલે નિવૃત્ત, પંકજકુમારને ચાર્જ સોંપાય તેવી સંભાવના

0
87

ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટના ચીફ એટલે કે અધિક મુખ્યસચિવ સંગીતાસિંઘ ઓક્ટોબરની 31મી તારીખે વયનિવૃત્ત થવાના છે ત્યારે તેમની ખાલી પડેલી આ જગ્યાએ તુંરત જ નિયુક્તિ કરવી પડે તેમ હોવાથી સોમવારે આ વિભાગનો ચાર્જ સિનિયર આઇએએસ અધિકારીને આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સૂત્રો કહે છે કે હોમ ચીફ તરીકે બે નામો સામે આવ્યા હતા જેની સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં ચચર્િ પણ ચાલી છે. જો કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને વિધાનસભાની પેટાચૂંટણીમાં વ્યસ્ત બનેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહ વિભાગના વડાની કાયમી નિયુક્તિ કરવાના મતના નથી. દિવાળી દરમ્યાન તેઓ રાજ્યના વહીવટી તંત્રમાં જે મોટા ફેરબદલ આવી રહ્યાં છે તેમાં આ પોસ્ટ પર કાયમી નિયુક્તિ કરે તેવી સંભાવના છે. હોમ વિભાગના વડા સંગીતાસિંઘનું નામ અગાઉ રાજ્યના ચીફ સેક્રેટરી પદ માટે ચચર્તિું હતું પરંતુ કેન્દ્ર સરકારે પ્રતિનિયુક્તિ પર દિલ્હી ગયેલા અનિલ મુકિમની નિયુક્તિ કરતાં સંગીતાસિંઘ આ પદ પર આવી શક્યા ન હતા. એટલું જ નહીં તેમની સાથે મહેસૂલ વિભાગના વડા પંકજકુમાર અને વન-પયર્વિરણ વિભાગના વડા રાજીવકુમાર ગુપ્તાના નામો પણ ચાલતા હતા. અનિલ મુકિમ ગયા ઓગષ્ટ મહિનામાં વયનિવૃત્ત થવાના હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમને છ મહિનાનું એક્સટેન્શન આપતાં આ ત્રણેય ઓફિસરોના ચીફ સેક્રેટરી બનવાના ચાન્ચ ઓછા થઇ ગયા હતા. હવે અનિલ મુકિમનું એક્સટેન્શન ફેબ્રુઆરી 2021માં પૂર્ણ થાય છે તેથી આગામી માર્ચ 2021માં ગુજરાતને નવા ચીફ સેક્રેટરી મળશે. આ પદ પર હજી પણ પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તા દાવેદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here