એપલે ચાર્જર બંધ કર્યાં તો શાઓમીએ લાભ લઈને 20 વૉટનું ફાસ્ટ ચાર્જર લૉન્ચ કરી દીધું, આ સસ્તા ચાર્જરથી આઈફોન 12 પણ ચાર્જ કરી શકાશે

0
114
  • ચાર્જર ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, ઓવર કરન્ટ પ્રોટેક્શન, શોર્ટ સર્કિટ પ્રોટેક્શન સહિતનાં ફીચર્સ ધરાવે છે
  • આઈફોન 12 સાથે આ ચાર્જર શાઓમી 10 અને આઈફોન 11 સાથે પણ તે કમ્પેટિબલ છે
  • ચાઇનીઝ માર્કેટમાં તેની કિંમત માત્ર 400 રૂપિયા જ છે

થોડા દિવસો પહેલાં જ એપલે તેની લેટેસ્ટ આઈફોન 12 સિરીઝ લોન્ચ કરવાની સાથે નવો ટ્રેન્ડ પણ શરૂ કર્યો છે. આ ટેક જાયન્ટ હવે તેના ફોન સાથે ચાર્જર આપી રહી નથી. નવી સિરીઝની સાથોસાથ આઈફોન 11 સિરીઝ અને આઈફોન SE (2020)ના રિટેલ બોક્સમાં પણ ચાર્જર નહિ મળે. આ તકનો લાભ ઉઠાવી ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ આઈફોન 12 સિરીઝના ફોનને પણ ચાર્જ કરી શકે તેવું 20 વૉટનું USB ટાઈપ-C ફાસ્ટ ચાર્જર લોન્ચ કર્યું છે. આ ચાર્જર ટેક જગતમાં એટલા માટે ચર્ચાનું વિષય બન્યું છે કે તે એન્ડ્રોઈડ ફોનની સાથોસાથ આઈફોન 12ને પણ ચાર્જ કરી શકશે.

શાઓમીની ઈકોલોજિકલ ચેન કંપની ZMIએ આ 20 વૉટનું અડોપ્ટર લોન્ચ કર્યું છે, જે આઈફોન 12 કમ્પેટિબલ છે.

કિંમત
કંપનીએ હાલ તેને ચીનના માર્કેટમાં લોન્ચ કર્યું છે. ચીનમાં તેની કિંમત માત્ર 39 યુઆન યાને કે આશરે 400 રૂપિયા છે. તેનું વેચાણ 3 નવેમ્બરથી શરૂ થશે. અલબત્ત, ભારત સહિત ગ્લોબલ લોન્ચિંગ વિશે કંપનીએ હાલ કોઈ માહિતી આપી નથી.

આઈફોન 12 સાથે આ ડિવાઈસ પર પણ સપોર્ટ કરશે ચાર્જર

આઈફોન 12 સાથે આ ચાર્જર શાઓમી 10 અને આઈફોન 11 સાથે પણ મલ્ટિપલ ફાસ્ટ ચાર્જિંગ પ્રોટોકોલ સાથે કમ્પેટિબલ છે. ઈવન તેનાથી સેમસંગ S10, આઈપેડ પ્રો અને સ્વિચ પણ ચાર્જ કરી શકાશે. તેનું સિંગલ વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે તેનું વજન માત્ર 43.8 ગ્રામ છે.

આઈફોન 12 કમ્પેટિબિલ ચાર્જરનાં ફીચર્સ

આ ચાર્જર હાઈ પ્રેશિશન રેઝિસ્ટન્ટ કેપેસિટન્સ સેન્સિંગ ડિવાઈસ, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, ઓવર કરન્ટ પ્રોટેક્શન, શોર્ટ સર્કિટ પ્રોટેક્શન, ઓવર ટેમ્પરેચર પ્રોટેક્શન સહિતનાં ફીચર્સ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here