ડેરી ફાર્મ-રેસ્ટોરાં-મીઠાઇ-ફરસાણ અને બેકરીની 24 દુકાનોમાં મહાપાલિકાની ફૂડ શાખાના દરોડા

0
112

રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે વધુ 24 જેટલા ડેરી ફાર્મ, રેસ્ટોરા, મીઠાઇ અને ફરસાણની દુકાનો તેમજ બેકરી શોપમાં દરોડા કાર્યવાહી હાથ ધરી ચાર સ્થળેથી સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય સ્થળોએ ખાદ્યતેલોનું બોર્ડ લગાવવા અને ફૂડ લાયસન્સ લેવા નોટિસ ફટકારવામાં આવી હતી.

વિશેષમાં આ અંગે મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે મવડી બાયપાસ રોડ પર આવેલી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ માંથી સ્ટ્રોબેરી કેક, ગોવિંદરત્ન 80 ફુટ રોડ પર આવેલી રાધિકા ડેરી ફાર્મમાંથી મીઠા સાટા, યાજ્ઞિક રોડ પર ચેનલ એફ સ્ટ્રીટ કિચનમાંથી વેજ બીરિયાની અને શિવમ મુખવાસમાંથી જામનગરી મુખવાસનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.

ફરસાણ-મીઠાઈની 24 દુકાનોમાં ચેકિંગ
1. અંબિકા ફરસાણ (પારેવડી ચોક-ચકાસણી કરેલ), 2. વરિયા ફરસાણ (પારેવડી ચોક-ચકાસણી કરેલ), 3. બાલાજી ફરસાણ એન્ડ નાસ્તા ગૃહ (પારેવડી ચોક-ચકાસણી કરેલ), 4. શ્રીજી ડેરી ફાર્મ એન્ડ આઇસ્ક્રીમ (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સુચના), 5. બાલાજી ડેરી ફાર્મ (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સુચના), 6. બજરંગ ડેરી ફાર્મ (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સુચના), 7. માહી ફરસાણ (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સુચના), 8. રઘુનંદન ડેરી ફાર્મ (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સુચના), 9. ગેલમાં ડેરી ફાર્મ (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સુચના), 10. શિવ ગાંઠીયા એન્ડ ફરસાણ (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા-લાયસન્સ અંગે નોટીસ), 11. ન્યુ જલારામ બેકરી (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા-લાયસન્સ અંગે નોટીસ), 12. નાગબાઇ ડેરી ફાર્મ (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા-લાયસન્સ અંગે નોટીસ), 13. જય અંબે જાંબુ એન્ડ નમકીન (મોરબી રોડ-ખાદ્યતેલનું બોર્ડ લગાવવા-લાયસન્સ અંગે નોટીસ), 14. બાપા સિતારામ ડેરી (મોરબી બાયપાસ રોડ-ચકાસણી કરેલ), 15. પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન (મોરબી બાયપાસ રોડ-ચકાસણી કરેલ), 16. ગોરધનભાઇ ગોંવિદજી ચેવડાવાળા (જ્યુબેલી ગાર્ડન-ચકાસણી કરેલ), 17. યશવંતભાઇ કાન્તિભાઇ ચેવડાવાળા (જ્યુબેલી ગાર્ડન-ચકાસણી કરેલ), 18. કાન્તિભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા (જ્યુબેલી ગાર્ડન-ચકાસણી કરેલ), 19. ગોરધનભાઇ ગોંવિદજી ચેવડાવાળા (જ્યુબેલી ગાર્ડન-ચકાસણી કરેલ), 20. રસીકભાઇ ચેવડાવાળા (જ્યુબેલી ગાર્ડન-ચકાસણી કરેલ), 21. આર.ગોરધનભાઇ ચેવડાવાળા (જ્યુબેલી ગાર્ડન-ચકાસણી કરેલ), 22. ૐ શ્રી જલારામ ફરસાણ (જ્યુબેલી ગાર્ડન-ચકાસણી કરેલ), 23. ન્યુ ભારત સ્વીટ માર્ટ (જ્યુબેલી ગાર્ડન-ચકાસણી કરેલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here