રાજકોટમાં રોમિયો બેફામ, રેસકોર્સ રિંગ રોડ પર જાહેરમાં એક શખ્સ યુવતીને બોચીમાંથી પકડી બળજબરીપૂર્વક લઈ ગયો

0
612

રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર એક યુવક યુવતીને બોચીમાંથી પકડીને બળજબરીપૂર્વક જઈ જતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં યુવાન યુવતીને ગાળો આપી રહ્યો છે અને યુવતીને લઈ જતો નજરે પડે છે. ભીડભાડવાળી જગ્યા પરથી યુવાન યુવતીને કોઈ પણ પ્રકારના ડર વગર બળજબરીપૂર્વક લઈ જતો વીડિયોમાં નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જો કે, આ અંગે હજુ સુધી પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે રેસકોર્સ રિંગ રોડ પર રોમિયો બેફામ બની રહ્યા છે.

ઓળખ થયા પછી આગળની કાર્યવાહી કરીશું: PI
આ બનાવ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં આવે છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના PI એલ.એલ. ચાવડાએ ન્યુઝ અપડેટ્સ ને જણાવ્યું હતું કે, આ વીડિયો અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હજી સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. આથી આરોપીની ઓળખ થઈ નથી. ઓળખ થતા જ આગળની કાર્યવાહી કરીશું.

રેસકોર્સ રિંગરોડ પર ધૂમ સ્ટાઈલથી બાઇક ચલાવતા પાંચ શખ્સો ઝડપાયા
શહેરના રેસકોર્સ રિંગ રોડ પર છેલ્લા ઘણા સમયથી ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા શખ્સો વિરુદ્ધ પોલીસ અધિકારીઓને ફરિયાદ મળી રહી હતી. જેના આધારે આજે પ્રદ્યુમન નગર પોલીસે આવા ધૂમ સ્ટાઈલ બાઇક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here