રાજકોટમાં શ્યામા પ્રસાદ મુખર્જી ગેલેરીમાં કોરોના વોરિયર્સને બિરદાવવા રંગોળી એક્ઝિબિશન, માસ્ક અને દેશની સેવા કરતા નર્સ-ડોક્ટર રંગોળીમાં આકર્ષણનું કેન્દ્ર

0
112
  • ડોક્ટર્સ, ભગવાન અને ફિલ્મ કલાકારોના ચિત્રો રંગોળીમાં કંડારવામાં આવ્યાં છે
  • CM રૂપાણી અને ડોક્ટર્સના આબેહૂબ ચિત્રો રંગોળીમાં કંડાર્યા

દિવાળાના તહેવાર નજીક આવી ગયો છે. ત્યારે રાજકોટમાં રેસકોર્સમાં શ્યામા પ્રસાદ મુખર્જી ગેલેરીમાં આજે કોરોના વોરિયર્સને બિરદાવવા માટે રંગોળી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચિત્રકારોએ CM વિજય રૂપાણી, મધર ટેરેસા અને ડોક્ટર્સના આબેહૂબ ચિત્રો રંગોળીમાં કંડાર્યા છે.

કોરોના વોરિયર્સને બિરદાવવા રંગોળીનું આયોજન કરવામાં આવ્યું
અજંતા આર્ટ્સ દ્વારા રાજકોટમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આયોજક હરેશભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષ કોરોના વોરિયર્સને બિરદાવવા માટે ડોક્ટર્સ, ભગવાન અને ફિલ્મ કલાકારોના ચિત્રો, સાથે જ રાજસ્થાની રંગોળી બનાવવામાં આવી છે.

દર્દીઓની સેવા કરનાર કોરોના વોરિયર્સ

દર્દીઓની સેવા કરનાર કોરોના વોરિયર્સ

રંગોળી પર છેલ્લા 7 દિવસથી કામ કરવામાં આવી રહ્યું હતું
છેલ્લા 7 દિવસથી રંગોળી પર કામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે જાહેર જનતા માટે આ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ પ્રદર્શન રાજકોટવાસીઓ શ્યામા પ્રસાદ મુખર્જી ગેલેરીમાં નિહાળી શકશે.

ફિલ્મ અભિનેતા સોનુ સુદનું આબેહૂબ તિત્ર

ફિલ્મ અભિનેતા સોનુ સુદનું આબેહૂબ તિત્ર

70 જેટલી રંગોળીઓ બનાવવામાં આવી
આ રંગોળી એક્ઝિબિશનમાં 35 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ તમામ સભ્યો દ્વારા અંદાજે 70 જેટલી રંગોળી બનાવવામાં આવી છે. એક્ઝિબિશનમાં ભાગ લેનાર દરેક સભ્યોએ રંગોળી બનાવવામાં ખુબજ મહેનત કરી છે.

5થી 7 કલાક માટે એક્ઝિબિશન ખુલ્લું મુકાશે
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર 5થી 7 કલાક માટે જ એક્ઝિબિશન ખુલ્લું રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કોરોના સંક્રમણ ન ફેલાઈ.

ખેડૂતના ચહેરા પર ઝલકતું સ્મિત

ખેડૂતના ચહેરા પર ઝલકતું સ્મિત

સાંજે 4થી 10 વાગ્યા સુધી એક્ઝિબિશન ખુલ્લું રહેશે
આ એક્ઝિબિશન શ્યામા પ્રસાદ ગેલેરીમાં સાંજે 4થી 10 વાગ્યા સુધી રાજકોટની જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ એક્ઝિબિશનમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.

દર્દીઓની સેવા કરનાર કોરોના વોરિયર્સ

દર્દીઓની સેવા કરનાર કોરોના વોરિયર્સ

એક સમયે 30થી 35 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે
એક્ઝિબિશનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકે તે માટે એક સમયે 30થી 35 લોકોને પ્રવેશ આપવામાં આવશે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. આ સાથે જ એક્ઝિબિશનમાં થર્મલ ગન અને સેનિટાઈઝર સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ભારતીય નારી

ભારતીય નારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here