મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવાળી પરિવાર સાથે રાજકોટમાં ઉજવશે

0
142
  • કોઈ જાહેર કાર્યક્રમ નહીં રખાય:ચોપડા પૂજનમાં હાજર રહેશે


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તારીખ 14 ના રોજ દિવાળીના દિવસે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના રાજકોટના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણી તારીખ 14 ના રોજ રાજકોટ આવી પહોંચશે અને દિવાળીના તહેવારોની ઉજવણી પોતાના પરિવારના સભ્યો સાથે કરશે.


કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પ્રકારના રાજકીય કે જાહેર કાર્યક્રમો નું આયોજન મુખ્યમંત્રીના રાજકોટના પ્રવાસ દરમિયાન કરવામાં આવેલ નથી. પરંતુ ગરેડીયા કુવા રોડ પર આવેલી આર. રમણીક એન્ડ સન્સ નામની પેઢીમાં દર વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજન યોજાતા હોય છે તે કાર્યક્રમમાં મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે હાજર રહેશે અને ચોપડા પૂજનનો કાર્યક્રમ પૂરો થયા બાદ તરત જ ગાંધીનગર જવા નીકળી જશે.


આવતીકાલે જામનગર ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચીગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ નામના કાર્યક્રમનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સહિતના જામનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેશે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બે વખત રાજકોટ આવ્યા છે. પરંતુ એક પણ વખત અન્ય કોઈ પ્રકારના કાર્યક્રમો યોજાયા નથી તે મુજબ દિવાળીના દિવસોએ પણ મુખ્યમંત્રી માત્ર પારિવારિક કાર્યક્રમમાં જ ઉપસ્થિત રહેશે અને તે સિવાયના કોઈ આયોજન રાખવામાં આવ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here