શાળાઓમાં એસ.ઓ.પી.ના કડક પાલન સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી સાથે બેઠક કરાશે: કલેકટર

0
142

આગામી તારીખ 23 નવેમ્બરથી ધોરણ 9 થી 12 ની શાળાઓ ચાલુ કરવામાં આવશે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે માર્ગદર્શિકા કોરોના માટે બહાર પાડવામાં આવી છે તેનું પૂરેપૂરું પાલન તમામ શાળાઓમાં ચુસ્તપણે થાય તેનું આયોજન ઘડી કાઢવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે બેઠક યોજવામાં આવશે તેવી જાહેરાત કલેકટર રેમ્યા મોહને કરી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જે શાળા પાસે વર્ગખંડ ઓછા છે. અથવા તો નાની સાઈઝના છે તેવી શાળાઓમાં બે વિદ્યાર્થી વચ્ચે છ ફૂટનું અંતર રાખવાની ખાસ વ્યવસ્થા શાળા સંચાલકોએ ગોઠવવાની રહેશે. માસ્ક, સેનિટાઇઝેશન જેવી વ્યવસ્થા પણ બરાબર ગોઠવાઈ છે કે નહીં તેના ચેકિંગ માટે ખાસ તેમની રચના કરવામાં આવશે.


કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે ઈશ્વરીયા પાર્ક હવે ચાલુ કરવો કે કેમ તે અંગેનું મનોમંથન છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યું છે. આ બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે આવતીકાલે તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.


કેમિકલ ફેક્ટરીઓ અને જીઆઇડીસીમાં ચેકિંગ બાબતે પુછાયેલા સવાલના જવાબમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ગઈકાલે કુવાડવા રોડથી ગ્રીનલેંડ ચોકડી સુધીના વિસ્તારમાં 22 સ્થળોએ ચેકિંગ મહાનગર પાલિકાએ હાથ ધર્યું હતું અને તેમાં 15 ગોડાઉનમાં ફાયર સેફટીના સાધન ન હોવાનું જણાતા તેના માલિકને નોટિસ આપી આ વ્યવસ્થા પૂરી કરવા માટે જણાવાયુ છે.આજે પણ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here