ચિંતાજનક :- ગાંધીનગર : 5 દિવસમાં 45 લોકોના કોરોના પ્રોટોકોલથી અંતિમ સંસ્કારથી પાટનગરમાં ચિંતા પેઠી

0
70

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યા છે ત્યારે હવે પાટનગર ગાંધીનગરમાં કોરોના ગાઈડલાઈન મુજબ અગ્નિસંસ્કારના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

 • ગાંધીનગરમાં વકરતો જતો કોરોના
 • 5 દિવસમાં કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિ સંસ્કાર વધ્યા
 • 45 લોકોના કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિ સંસ્કાર

રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનો કહેર વધ્યો છે. એવામાં ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 5 દિવસમાં 45 લોકોના કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં કોરોનાના અત્યાર સુધી 5 હજાર 841 નવા કેસ નોંધાયા છે. વધતા કોરોનાના કેસને પગલે પોલીસ પણ ફૂટ પેટ્રોલિંગ કરશે અને નાગરિકોને જાગૃત કરવા  કવાયત હાથ ધરશે.

છેલ્લાં 96 કલાકમાં 45 લોકોના મોત નીપજ્યાં

 • સેકટર 30 સ્મશાન ગૃહના ડેટા આવ્યા સામે
 • 5 દિવસમાં કોરોના પ્રોટોકોલ સાથે 45 અગ્નિ સંસ્કાર
 • જિલ્લામાં અત્યાર સુધી 5841 કેસ નોંધાયા 
 • 16 નવેમ્બરે 12 અગ્નિ સંસ્કાર કરાયા હતા
 • 17 નવેમ્બરે 16 અગ્નિ સંસ્કાર કરાયા હતા
 • 18 નવેમ્બરે 8 અગ્નિ સંસ્કાર કરાયા હતા
 • 19 નવેમ્બરે 9 અગ્નિ સંસ્કાર કરાયા 
 • આજે પણ કોરોના પ્રોટોકોલ સાથે એક અગ્નિ સંસ્કાર કરાયા
 • વધતાં કોરોના કેસને પગલે પોલીસ કરશે ફૂટ પેટ્રોલિંગ 
 • નાગરિકોને જાગૃત કરવા પોલીસ કરશે ફૂટ પેટ્રોલિંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here