શેરબજારે આજે એટલે કે સોમવારે (11 ડિસેમ્બર) ફરી એકવાર નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત 70 હજારને પાર કરીને 70,048ના સ્તરને સ્પર્શ્યો હતો. નિફ્ટી પણ 21,019ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ શુક્રવાર (8 ડિસેમ્બર)ના રોજ પણ શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું.
આજે સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 69,925 પર ખૂલ્યો હતો. નિફ્ટીમાં પણ 82 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 20,965ના સ્તરે ખૂલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો.
1990માં, BSE સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારની સપાટીને સ્પર્શ્યો હતો
25 જુલાઈ, 1990ના રોજ, BSE સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારના સ્તરને સ્પર્શ્યો હતો. 1 હજારથી 10 હજાર સુધી પહોંચવામાં લગભગ 16 વર્ષ લાગ્યાં (6 ફેબ્રુઆરી 2006). પરંતુ 10 હજારથી 70 હજાર સુધીની સફર માત્ર 17 વર્ષમાં પૂર્ણ થઈ હતી.
BSE 24 સપ્ટેમ્બર 2021ના રોજ 60 હજારના સ્તરને સ્પર્શી ગયો હતો
સ્તર | ક્યારે પહોંચ્યો |
1,000 | 25 જુલાઈ 1990 |
10,000 | 6 ફેબ્રુઆરી 2006 |
20,000 | 29 ઓક્ટોબર 2007 |
30,000 | 4 માર્ચ 2015 |
40,000 | 23 મે 2019 |
50,000 | 21 જાન્યુઆરી 2021 |
60,000 | 24 સપ્ટેમ્બર 2021 |
70,000 | 11 ડિસેમ્બર 2023 |
ગ્લોબલ બજારોમાં મજબૂતી રહી
ગ્લોબલ બજારોમાંથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી જોવા મળી રહી છે. શુક્રવારે અમેરિકન બજારોમાં તેજી રહી હતી. S&P 500 ઇન્ડેક્સ સતત છઠ્ઠા સપ્તાહે તેજી સાથે આ વર્ષે નવી ટોચે પહોંચ્યો. સતત 6 દિવસના ઘટાડા બાદ ક્રૂડમાં રિકવરી આવી છે. કિંમત 2% થી વધુ વધીને લગભગ $76 થઈ ગઈ છે.
આ પહેલા શુક્રવારે બજારે ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું
આ પહેલા શુક્રવારે (8 ડિસેમ્બર) શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 69,893.80 ના સ્તરને સ્પર્શ્યો, જ્યારે નિફ્ટી 21,006.10 ના સ્તર પર પહોંચ્યો. જોકે, ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 303.91 પોઈન્ટ વધીને 69,825.60 પર બંધ થયો હતો. તેમજ નિફ્ટી પણ 68.25 પોઈન્ટ વધીને 20,969.40 ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધી રહ્યા હતા અને 11માં ઘટાડો રહ્યો હતો.