રિલાયંસ-ફ્યૂચર ડીલને ભારતીય પ્રતિસ્પર્ધા આયોગની મંજૂરી, અમેઝોનને મોટો ઝટકો

0
68

અમેરિકી દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ એટલે કે સીસીઆઈએ રિલાયંસ ઈંડસ્ટ્રીઝ અને ફ્યુચર સમૂહની ડીલ પર મંજૂરીની મહોર મારી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે રિલાયંસ સમૂહએ ઓગસ્ટમાં ફ્યૂચર ગૃપ સાથે રિટેલ, જથ્થાબંધ, વેરહાઉસિંગ બિઝનેસના અધિગ્રહણ માટે 24,713 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. એમેઝોનએ આ ડીલનો વિરોધ કર્યો હતો અને સિંગાપોપની કોર્ટે તેના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. 

સીસીઆઈએ શુક્રવારે ટ્વીટ કરી અને જણાવ્યું હતું કે રિલાયંસ અને ફ્યૂચર ગૃપની ડીલને મંજૂરી આપવામાં આવી છે. આ તરફ એમેઝોન આ ડીલ વિરુદ્ધ કાયદાકીય રીતે લડી રહ્યું છે. ફ્યૂચર ગૃપ અને એમેઝોન વચ્ચેનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ વિચારાધીન છે. એમેઝોનએ આ ડીલને રોકવા કરેલી અરજી પર શુક્રવારે કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે સંબંધિત પક્ષોને આ મામલે લેખિત પ્રતિક્રિયા આપવા માટે 23 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે એમેઝોનએ સેબી સમક્ષ પણ આ ડીલને લઈ ફરિયાદ કરી હતી. સિંગાપુરની કોર્ટે તેમનો નિર્ણય સંભળાવતાં ફ્યૂચર ગૃપ અને મુકેશ અંબાણી વચ્ચે થનાર 24,713 કરોડ રૂપિયાની ડીલની સમીક્ષા કરી તેના પર રોક લગાવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here