નવા લેબર કોડમાં કર્મચારીઓને મળી મોટી રાહત, હવે 8 કલાકથી વધુના સમયનો મળશે ઓવરટાઈમ પણ

0
42

કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કર્મચારીઓના કામના કલાકોને લઈને નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેઓએ નવા લેબર કોડમાં કહ્યું છે કે કર્મચારીઓ પાસે 1 દિવસમાં કંપનીઓ 12 કલાક કામ કરાવી શકશે. OSH કોડ 2020 હેઠળ તૈયાર ડ્રાફ્ટમાં આ જોગવાઈને રજૂ કરાઈ છે અને તેને સંસદમાં મંજૂરી પણ મળી છે. પ્રસ્તાવમાં કહેવાયું છે કે કર્મચારીઓ 8 કલાકથી વધારે કામ કરશે તો તે કલાકના તેને ઓવરટાઈમ આપવામાં આવશે. આ સિવાય કામ દરમિયાન આપવામાં આવતા ઈન્ટરવલને કામકાજના કલાકોમાં ગણાવામાં આવશે.

  • કેન્દ્રીય શ્રમ મંત્રાલયે રજૂ કર્યો પ્રસ્તાવ
  • કર્મચારીઓ 12 કલાક કરી શકશે કામ
  • 8 કલાકથી વધુનો સમય ગણાશે ઓવરટાઈમ
  • ઓવરટાઈમ કરવાથી શ્રમિકોને થશે ફાયદો

કામકાજના કલાકો વધારવાના પ્રસ્તાવ પર આગામી દિવસોમાં વિરોધ જોવા મળી શકે છે.  સંસદ દ્વારા મંજૂર કરાયેલા OSH કોડમાં એક દિવસમાં કામકાજનો વધુમાં વધુ સમય 8 કલાક હતો પરંતુ હવે દેશના વિવિધ ભાગમાં જલવાયુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. આમ કરવાથી શ્રમિકો ઓવરટાઈમની મદદથી વધારે કમાણી કરી શકશે. 

જાણો કઈ રીતે નક્કી કરાશે ઓવરટાઈમ

જો શ્રમિકો 8 કલાકથી વધુ કલાક કામ કરે છે તો તેમને  ઓવરટાઈમ મળી શકે છે. આ સિવાય OSH કોડના ડ્રાફ્ટ નિયમ મુજબ જો કર્મચારી 15થી 30 મિનિટના સમય જેટલું વધારે કામ કરે છે તો તે સમય 30 મિનિટના ઓવરટાઈમનો ગણાશે. દરેક 5 કલાકના કામકાજ બાદ કર્મચારીને અડધા કલાકનો વિશ્રામ આપવાનો પણ નિયમ બનાવવામાં આવ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here