ચક્રવાત ‘નિવાર’ના એંધાણ, ચેન્નાઈમાં શરુ થઈ ગયો ભારે વરસાદ, આવતી કાલે આવશે આ સ્પીડથી તોફાન

0
79

બંગાળની ખાડી પર લો પ્રેશરનો વિસ્તાર આજે ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ ગયો છે. નિવાર (Cyclone Nivar)નામનું તોફાન આ વર્ષે ચોથું ચક્રવાતી તોફાન છે. આ પહેલા અમ્ફાન, નિસર્ગ અને ગતિ આવી ચૂક્યું હતું. સોમાલિયાથી શરુ થયેલા ગતિ તોફાનનો ખતરો 2 દિવસ પહેલા ટળ્યો છે. પરંતુ આ સમયે દરેકની નજર નિવાર પર ટકેલી છે. તમિલનાડુ અને પોન્ડિચેરીમાં વરસાદનો દોર શરુ થઈ ગયો છે. ચેન્નાઈમાં આજે સતત વરસાદ થઈ રહ્યો છે. મૌસમ વિભાગના જણાવ્યાનુંસાર આજે વરસાદની રફ્તારમાં વધારે સ્પીડ આવી છે.

  • ચેન્નાઈમાં આજે સતત વરસાદ થઈ રહ્યો છે.
  • આજે વરસાદની રફ્તારમાં વધારે સ્પીડ આવી છે
  • સોમાલિયાથી શરુ થયેલા ગતિ તોફાનનો ખતરો 2 દિવસ પહેલા ટળ્યો

હવાની સ્પીડ

મૌસમ વિભાગના જણાવ્યાનુંસાર હવાની સ્પીડ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. તેવામાં તમિલનાડુ અને પોન્ડિચેરીના અનેક વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે. માછીમારોને સમુદ્રમાં નહીં જવા સલાહ આપવામાં આવી છે.

ક્યાં પહોંચ્યું આ તોફાન

બંગાળની ખાડીમાંથી ઉઠેલું આ તોફાન સતત આગળ વધી રહ્યું છે. હાલમાં પોન્ડિચેરીથી આ તોફાન 410 કિમી દક્ષિણમાં છે. જ્યારે ચેન્નાઈથી દક્ષિણ પૂર્વમાં 450 કિમી દુર છે. તોફાન ઉત્તર પશ્ચિમી દિશામાં આગળ વધતા તમિલનાડુ તટ તરફ જશે.

વરસાદની શરુઆત

ચેન્નાઈમાં કાલે એટલે કે સોમવાર રાતથી વરસાદ થઈ રહ્યો છે. અત્યા સુધી 71 મિલી મીટર વરસાદ રેકોર્ડ નોંધાયો છે. તમિલનાડુ, કેરળ, તેલંગાણા અને ઓડિશાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે.

NDRF તેનાત –

NDRFની 6 ટીમો તમિલનાડુમાં રાહત અને બચાવ કાર્યો માટે તૈનાત કરવામાં આવી છે.

કેન્દ્રની નજર

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય આફત મેનેજમેન્ટ સમિતીએ સોમવારે બેઠક કરી હતી. તોફાનને ધ્યાનમાં રાખીને ઉપાયો પર વિચાર કરશે. સાથે સંબંધિત રાજ્ય સરકારો સહિત અનેક પક્ષોને અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈનો જીવ ન જાય અને સામાન્ય સ્થિતિ બને તે માટે નિર્દેશ અપાયા છે.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here