LIVE સુસાઈડ CCTV:રાજકોટમાં 12 માળેથી ઝંપલાવી યુવાને જિંદગી ટૂંકાવી, બીક લાગતા યુવકે ઊંધો કૂદકો માર્યો, માતાએ કહ્યું, જન્મ અગિયારસે થયો હતો અને મોત પણ અગિયારસે થયું

0
171

મહાવીર રેસિડેન્સીમાં રહેતાં યુવાને બાંધકામનો ધંધો ન ચાલતા યુવકે અને શિવપરા-5માં રહેતો યુવાન બેકાર બનતા ઝેરી દવા પીધી, બંને સારવારમાં

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શિતલ પાર્ક નજીક ધ સ્પાયર નામના 12 માળના બિલ્ડીંગ પરથી ભાવિક પાંજરોલિયા નામના યુવાને કૂદકો મારી જિંદગી ટૂંકાવી હતી. તેને ઊંચાઈનો ડર લાગતો હોવાથી તેણે ઊંધો કૂદકો મારીને મોત વ્હાલું કર્યું હતું. યુવાને બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો તેના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને 108 દ્વારા યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. યુવાનની માતાએ જણાવ્યું હતું કે, મારા દીકરાનો જન્મ અગિયારસે થયો હતો અને મોત પણ આજે અગિયારસના દિવસે થયું છે. ઘર પાસે આખી રાત કૂતરા ભસતા હતા અને મને નિંદર આવી નહોતી.

આપઘાત પાછળનું કારણ અકબંધ
ભાવિકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. ભાવિક LICમાં નોકરી કરતો હતો. માનસિક રોગથી પીડાતા ભાવિકને દવા પણ ચાલુ હતી. પિતા જામનગર ગયા હોવાથી હનુમાનમઢી ચોક નજીક આવેલા ઘરેથી બાઈક લઈને નીકળી ગયા બાદ ધ સ્પાયર નામના બિલ્ડીંગ પરથી કુદકો મારી મોત વ્હાલું કરી લીધું હતું. પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીમાં યુવાન 12 માળની ગેલેરીની કાચની બારીમાંથી બહાર નીકળી પાળી પર બેસી ઉંધો કુદકો મારતો નજરે પડે છે. 12માં માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નીપજ્યું હતું.

12 માળેથી યુવાને ગેલેરીમાંથી નીચે જોયું હતું

12 માળેથી યુવાને ગેલેરીમાંથી નીચે જોયું હતું

યુવાને નાઈટ ડ્રેસ પહેર્યો હોવાથી ઓળખ થઈ શકી નથી
ઘટનાસ્થળ પર પહોંચેલી 108ની ટીમ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી યુનિવર્સિટી પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભાવિકે શા માટે તે ધ સ્પાયર બિલ્ડીંગમાં આવ્યો હતો?, શા માટે તેને આપઘાત કરવા આજ બિલ્ડીંગ પસંદ કરી?, તેમજ આપઘાત કરવા પાછળનું કારણ શું તે સહિતના પ્રશ્નોના જવાબ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

ધ સ્પાયર નામના બિલ્ડીંગના 12માં માળેથી કુદકો માર્યો

ધ સ્પાયર નામના બિલ્ડીંગના 12માં માળેથી કુદકો માર્યો

બાંધકામનો ધંધો ન ચાલતા યુવાને ઝેરી દવા પીધી
રાજકોટની માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્સીમાં રહેતાં અને બાંધકામનો વ્યવસાય ધરાવતાં સિદ્ધાર્થ બાબુભાઇ ટાંક (ઉં.વ.33) નામના યુવાને સવારે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ બે ભાઇમાં મોટા અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. હાલમાં ધંધો ચાલતો ન હોય તેના કારણે મૂંઝવણમાં મૂકાઈ જતાં આ પગલુ ભર્યાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. હાલ રાજકોટ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા

બેકાર બની જતા યુવાને ઝેરી દવા પીધી
રાજકોટના રૈયા રોડ પર કનૈયા ચોક પાસે શિવપરા-5માં રહેતાં જાહિદ ઈકબાલભાઇ બાબવાણી (ઉં.વ.30) નામના યુવાને અગાઉ ભાડાની રીક્ષા હંકારતો હતો. પરંતુ હાલમાં ભાડુ વધારી દેવાયું હોય રીક્ષા પાછી આપી દીધા બાદ બેકાર થઇ જતાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે હોસ્પિટલ ચોકીના રણછોડભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. જાહિદ ચાર બહેનનો એકનો એક ભાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here