અમેરિકા માટે ચીનની આક્રમકતાનો સામનો કરવા ભારત મજબૂત સાથીદારઃ અમેરિકાના નવા વિદેશ મંત્રી

0
72

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારમાં વિદેશ મંત્રી બનવા જઈ રહેલા એન્ટની બ્લિન્કેને પોતાનો કાર્યભાર સંભાળતા પહેલા જ ચીન અને પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે અને ભારતને અમેરિકાનુ ભાગીદાર ગણાવ્યુ છે.

વિદેશ મંત્રી બનનારા બ્લિન્કેનના ભાષણથી હાલમાં તો એવા સંકેત મળી રહ્યા છે કે, ભારત અને અમેરિકા વચ્ચેની નિકટતા યથાવત રહેશે.તેમણે કહ્યુ હતુ કે, બાઈડેન સરકાર ઈચ્છે છે કે, ભારત આંતરરાષ્ટ્રિય સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા અદા કરે અને અમે ભારતને યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ અપાવવા માટે પ્રયાસો કરવાનુ ચાલુ રાખીશું..અમે ભારતના સંરક્ષણને મજબૂત કરવા કામ કરીશું તેમજ આતંકવાદ સામે બંને દેશોની ક્ષમતા વધારીશું.બાઈડન પ્રશાસન દક્ષિણ એશિયામાં આતંકવાદ સહન નહી કરે, એ પછી સીમા પારથી સ્પોન્સર થતો આતંકવાદ હોય કે બીજી જગ્યાઓથી આવતો આતંકવાદ હોય.

તેમણે કહ્યુ હતુ કે, ચીન સાથે મજબૂત સ્થિતિ બનાવી રાખવા માટે નવી દિલ્હીને અમેરિકાના સ્વરુપે મજબૂત સાથીદારની જરુર છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને કમજોર કરીને ઉલાટનુ ચીનને મદદ કરી છે.ટ્રમ્પે જ હોંગકોંગમાં લોકશાહીને કચડવા માટેલીલી ઝંડી આપી હતી.

ભારતીય મૂળના અમેરિકન્સને સંબોધિત કરતા બ્લિન્કને કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકાનો પડકાર આક્રમક બની રહેલા ચીન સાથે કામ પારપાડવાનો છે.જેમાં ચીનની ભારત પ્રત્યેની આક્રમકતા પણ સામેલ છે.ચીન પોતાની આર્થિક તાકાતના જોરે બીજા દેશોને બદાવવા માંગે છે.પોતાના હિતનો વિસ્તાર કરવા માટે આંતરરાષ્ટ્રિય નિયમોને બાજુ પર મુકી રહ્યુ છે અને પાયા વગરના દાવા કરી રહ્યુ છે.જેનાથી દરિયાઈ વિસ્તારોમાં ખતરો પેદા થયો છે.અમેરિકાના પ્રયાસોમાં ભારત એક મહત્વનુ સાથીદાર બની શકે છે.ઓબામા પ્રશાસનમાં અમે ભારતને ઈન્ડો પેસિફિક વિસ્તારની રણનીતિમાં મહત્વનુ સ્થાન આપવા માટે ભારે મહેનત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here