મુંબઈના બોગસ TRP કેસમાં 1400 પાનાની ચાર્જશીટ, રિપબ્લિક ટીવીના અધિકારી સહિત 12 આરોપીનો ઉલ્લેખ

0
50

પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી, બે આરોપીઓને સરકારી સાક્ષી બનવા અરજી થઈ

મુંબઈના બોગસ TRP કેસમાં પોલીસે 1400 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. જેમાં રિપબ્લિક ટીવીના અધિકારી સહિત 12 આરોપી દર્શાવવામાં આવ્યા છે. પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે, અને બે આરોપીઓને સરકારી સાક્ષી બનવા અરજી થઈ છે.ગયા મહિને કથિત ટીઆરપી કૌભાંડ બહાર આવ્યું હતું. જે મુજબ રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સલિંગ (BARC)એ હંસા રિસર્ચ ગ્રૂપ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે, અમુક ટેલિવિઝન ચેનલ રેટિંગના આંકડામાં હેરફેર કરી રહી છે. ત્યારબાદ મુંબઈ પોલીસ કમિશનરેપત્રકાર પરિષદમાં સમગ્ર કૌભાંડની વિગતો આપી હતી. આ મામલે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ ચલાવી હતી. અને ગઈકાલે 1400 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી અને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામ શર્મા સહિત 12 આરોપીઓના નામ છે. આ ઉપરાંત ઓડિટર્સ અને ફોરેન્સિક એક્સપર્ટ સહિત 140 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે, અને બે આરોપીઓને સરકારી સાક્ષી બનવા માટે કોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ હજુ આ મામલે તપાસ ચાલુ છે અને આગામી સમયમાં તપાસ બાદ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટીવી ચેનલોને જાહેરાત ટીઆરપીના આધારે મળતી હોય છે. મુંબઈના પોલીસ કમિશ્નર પરમબીર સિંહે ગયા મહિને પ્રેસ કોંફરન્સમાં યોજી દાવો કર્યો હતો કે, રિપબ્લિક ટીવી, બે મરાઠી ચેનલ- બોક્સ સિનેમા અને ફત્ક મરાઠી ટીઆરપીના આંકડામાં ચેડા કરી રહ્યા છે. જોકે, રિપબ્લિક ટીવી અને અન્ય ચેનલોએ આ આરોપોને ફગાવી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here