કોરોનાથી ભાગવાના બદલે તાત્કાલીક સારવાર શરૂ કરવી જોઇએ’

0
176

ડાયાબિટિક ડોકટરે શ્રેષ્ઠ સરકારી સારવારથી કોરોનાને હરાવ્યો


‘મને ડાયાબિટિસની બિમારી છેલ્લા કેટલાક વર્ષોથી છે. ૨જી ઓકટોબરે ગાંધી જયંતિના દિને મારો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેથી મે જી.જી.કોવિડ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હવે હું સંપૂર્ણ સ્વસ્થ છુ. કોરોનામુકત થયાનો રાજીપો છે. આપણે કોરોનાથી ભાગવાના બદલે તાત્કાલીક સારવાર શરૂ કરવી જોઇએ. જેથી કોરોનાથી ઝડપથી મુકત થઇ શકીએ.’
ઉપરની વાત કરી હતી જી.જી.કોવિડ હોસ્પિટલના મેડિસીન વિભાગમાં  ૩૨ વર્ષથી ફરજ બજાવતા પ્રોફેસર – ડો. હેમાંગ આચાર્યએ.
તેઓ વધુમાં કહે છે કે ‘ડોકટર જયારે દર્દી બની જાય છે ત્યારે તેની માનસિક -ભાવનાત્મક સ્થિતિ અલગ હોય છે. કોરોનાનો દર્દી એકલતાથી પણ પીડાતો હોય છે. એવામાં હોસ્પિટલના ડોકટર્સ, નર્સ, અટેન્ડન્ટએ ખૂબ સુંદર સારવાર-સેવા કરી હતી. સમયસર દવાઓ -ઇંજેકશન અપાતા હતા. પૌષ્ટિક ભોજન અપાતું હતું. મને ડાયાબિટિસ હોવાથી કઢેલુ મોળુ દુધ અપાતુ. વહિવટી અધિકારી-તબીબો પણ ખબર- અંતર પૂછતા રહેતા.’
‘અટેન્ડન્ટ ખૂબ સાર-સંભાળ રાખતા. બાથરૂમ-ટોઇલેટ સુધી લઇ જતા. સલાડ- ફળો સુધારી આપતા. પરિવારજનો-સ્વજનોની જેવી જ મારી કાળજી રખાતી. સ્ટાફની સેવા અદ્વિતીય હતી. હોસ્પિટલમાં તમામ સારવાર, રહેવા-જમવાની સુવિધા મને વિનામૂલ્યે પ્રાપ્ત થઇ છે.
કોવિડ હોસ્પિટલોમાં અનેક સુવિધા-સગવડો અને સારવાર માટેની વ્યવસ્થા આપવા માટે હું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભારી છુ.’

એહવાલ:-સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here