ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં કૃષ્ણ જન્માષ્ટમી ની તૈયારીઓ પૂર્ણતાના આરે છે જન્માષ્ટમી પૂર્વે જ ભગવાન દ્વારકાધીશનું મુખ્ય જગત મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે.
આ વર્ષે કોરોના કહેર ને લીધે દ્વારકામાં દર્શનાર્થીઓ માટે જગત મંદિરના દ્વાર બંધ કરવાનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યું છે અને દ્વારકામાં 144ની કલમ અમલી બનાવવામાં આવી છે ત્યારે જન્માષ્ટમીના તહેવાર પૂર્વે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ દ્વારકાધીશ મંદિરને સોળે કળાએ શણગાર કરવામાં આવ્યો છે અને રાત્રિના જગત મંદિરનો નજારો મનમોહક જોવા મળી રહ્યો છે.
અહેવાલ :-સાગર સંઘાણી ,જામનગર