News Updates
BHAVNAGARSAURASHTRA

તોડકાંડના આરોપીઓની જેલ નહીં બદલાય:ભાવનગર જેલ ઓથોરિટી અને SITએ કરેલી જેલ ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવી, ડમીકાંડના આરોપી સાથે ઘર્ષણની આશંકા વ્યક્ત કરાઈ હતી

Spread the love

ભાવનગર જિલ્લામાં ડમીકાંડ અને તોડકાંડ મામલે ફરિયાદો નોંધાયા બાદ પોલીસે અત્યાર સુધીમાં ડમીકાંડ મામલે 33 અને તોડકાંડ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ હાલ ભાવનગર જેલમાં બંધ છે. ત્યારે બંને કેસના આરોપીઓ વચ્ચે જેલમાં કોઈ ઘર્ષણ ન થાય તે માટે જેલ ઓથોરિટી અને પોલીસ દ્વારા તોડકાંડના છ આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજી કરવામાં આવી હતી, જે આજે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. એટલે હવે ડમીકાંડ અને તોડકાંડના તમામ આરોપીઓ ભાવનગર જેલમાં જ રહેશે.

કોર્ટ દ્વારા જેલ ટ્રાન્સફરની અરજી ફગાવવામાં આવી
ભાવનગર SIT અને જિલ્લા જેલ ઓથોરિટી દ્વારા કોર્ટમાં તોડકાંડના છ આરોપીઓની જેલ ટ્રાન્સફરની માંગણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા જેલમાં હાલ અત્યારે તોડકાંડના 6 આરોપીઓ તથા ડમીકાંડના 33 આરોપીઓ જેલ હોવાને કારણે તોડકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફરની માંગણી કરવામાં આવી હતી. જેમાં SIT દ્વારા તોડકાંડના યુવરાજસિંહ જાડેજા, તેના સાળા કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્ફાઝખાન ઉર્ફે રાજુને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી દેવાતા હવે યુવરાજસિંહ સહિતના 6 આરોપીઓ ભાવનગર જેલમાં જ રહેશે.

તોડકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 84 લાખ રિકવર કર્યા
યુવરાજસિંહ અને તેના માણસો સામે 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 84 રિકવર કરી લીધા છે. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 3 લાખ તેના બાતમીદારને આપ્યા હતા, શિવુભાએ પોતાના ફાર્મમાં 5 લાખ રૂપિયા નાખ્યા હતા, ત્યારબાદ યુવરાજસિંહે પોતાનું ઘર ખરીદવા માટે છ લાખ માટે આંગડિયું કરવા આપ્યા હતા જેમાંથી 89 હજાર રિકવરી કરવામાં આવી છે અને બાકીના ખર્ચાઓમાં થઈ 84 લાખ રિકવરી કરવામાં આવ્યા છે.

યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો હતો
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવી 21 એપ્રિલે બપોરે 12 વાગ્યે પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. યુવરાજસિંહની સતત 8 કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી.પૂછપરછ બાદ ભાવનગર પોલીસે ખુદ ફરિયાદી બની યુવરાજસિંહ જાડેજા, શિવુભા, કાનભા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે આઈપીસી કલમ 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધ્યો હતો.


Spread the love

Related posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટ સભ્યોની ચૂંટણી જાહેર કરી, 5 જિલ્લાઓમાં થશે મતદાન પ્રક્રિયા

Team News Updates

દેશનો સૌથી લાંબો બ્રિજ ગુજરાતના દરિયામાં બનશે;ભાવનગરથી માત્ર 2 કલાકમાં પહોંચાશે સુરત

Team News Updates

BHAVNAGAR:ટપોટપ મોત ઘોઘામાં 36 ઘેટા-બકરાના :માલધારી પરિવારની આજીવિકા છીનવાઈ,ફૂડ પોઈઝિનિંગથી મોત થયાનું પ્રાથમિક કારણ

Team News Updates