News Updates
NATIONAL

Smriti Irani First Ad: સ્મૃતિ ઈરાનીએ શેર કર્યો 25 વર્ષ જૂનો Video, વીડિયો જોઈને ઓળખવી પણ મુશ્કેલ

Spread the love

અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાની પહેલી જાહેરાતનો વીડિયો શેર કર્યો છે. 25 વર્ષ પહેલા જ્યારે અભિનેત્રીઓ આવી જાહેરાતોમાં કામ કરતા શરમાતી હતી ત્યારે સ્મૃતિ ઈરાની સેનેટરી પેડ્સની જાહેરાત કરતી હતી.

ટીવીથી લઈને રાજનીતિ સુધી પોતાની પ્રતિભાથી લોકોને પ્રભાવિત કરનાર સ્મૃતિ ઈરાનીનું નામ તેજસ્વી અભિનેત્રીમાં સામેલ છે. સ્મૃતિ ઈરાનીને સૌથી વધુ ફેમ એકતા કપૂરની સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી મળી હતી. સ્મૃતિ હવે રાજકારણમાં જાણીતું નામ બની ગઈ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે સ્મૃતિ ઈરાનીએ પોતાનો 25 વર્ષ જૂનો એડ વીડિયો શેર કર્યો છે જેમાં તે સેનેટરી પેડ્સની જાહેરાત કરી રહી છે.

સ્મૃતિ ઈરાની પોતાની જૂની યાદોને તાજી કરી

ઈન્સ્ટાગ્રામ પર જાહેરાતનો વીડિયો શેર કરતી વખતે સ્મૃતિ ઈરાની પોતાની જૂની યાદોને તાજી કરી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું- ‘જ્યારે તમારો ભૂતકાળ ‘વ્હીસ્પર્સ’ હોય છે….25 વર્ષ પહેલા, એક મોટી કંપની માટે મારી પ્રથમ જાહેરાત. જો કે, આ વિષય ફેન્સી ન હતો. આ એક એવી પ્રોડક્ટ હતી કે કેટલાક લોકો આવા પ્રોજેક્ટ કરવા તૈયાર નહોતા, કારણ કે એવું માનવામાં આવતું હતું કે આવા સેનિટરી પેડ્સની જાહેરાતમાં કામ કરવાથી એક મોડલ તરીકેની તમારી ગ્લેમરસ કારકિર્દીનો અંત આવી શકે છે. કૅમેરામાં મારી પ્રથમ જાહેરાત કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હતી. મેં તે સમયે આ માટે હા પાડી હતી.

સ્મૃતિ ઈરાની ખુલ્લેઆમ મહિલાઓના મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ જાહેરાતનો વીડિયો શેર કરતી વખતે પણ તેણે કહ્યું છે કે, પીરિયડ્સ વિશે કેમ વાત ન કરવી જોઈએ. ત્યારથી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. આ સિવાય સ્મૃતિ ઈરાનીએ પણ પોતાના જૂના દિવસોને યાદ કર્યા છે. આ જાહેરાતમાં સ્મૃતિ ઈરાની ખૂબ જ પાતળી દેખાઈ રહી છે.

હવે ચાહકો અને સેલિબ્રિટીઓ પણ સ્મૃતિ ઈરાનીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કરી છે. બીજી તરફ નિશા રાવલ લખે છે કે, ‘તમારી ભાષા અને વિચારો પર કેટલી સારી પકડ છે’ સ્મૃતિ ઈરાનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જોવામાં આવી રહ્યો છે.


Spread the love

Related posts

 તમે જલ્દી ધનવાન બનવા માંગતા હોવ તો કરો કાજુની ખેતી, આ રીતે થશે તમારી આવક

Team News Updates

ફાર્માસિસ્ટની દીકરી બની IAS ઓફિસર, કોચિંગ વગર પાસ કરી UPSC પરીક્ષા

Team News Updates

Ram Mandir Ayodhya:હવે ACની હવા લેશે ભગવાન, રસદાર ફળોનો ભોગ ધરાશે ,લસ્સી નો ભોગ ધરાશે, કપડાં પહેરાવવામાં આવશે  હળવા સુતરાઉ

Team News Updates