પાલનપુરના બાદરપુરામાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યુ. જેમાં આરોગ્ય વિભાગની ટીમને અખાદ્ય લાલ મરચાંનો જથ્થો મળી આવ્યો હતો. ચેકિંગ માટે આવેલી ટીમે લાલ ચટણીના 1230 કિલો જથ્થાને સીઝ કર્યો છે.
પાલનપુરના બાદરપુરામાં પણ આરોગ્ય વિભાગની (Food Department) ટીમે ચેકિંગ હાથ ધર્યું. બાદરપુરા ગામમાં આવેલી બેકરીની દુકાનમાં અખાદ્ય ચીજવસ્તુને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને લાલ ચટણીનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેથી લાલ ચટણીના 1230 કિલોના જથ્થાને સીઝ કરાયો છે. સાથે સાથે 64 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બીજી તરફ ગામીત પાર્લરમાં ગંદકીને લઇ ફૂડ વિભાગે નોટિસ આપશે. ફૂડ વિભાગની ટીમ પાર્લર માલિકને ઇમ્પ્રુમવેટ નોટિસ આપશે.
લાલ ચટણીના સેમ્પલ FSLમાં મોકલાયા
બાદરપુરામાં આવેલ પાર્લરમાં ફુડ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમા ફુડ વિભાગે લાલ ચટણીના સેમ્પલ લીધા હતા. ફુડ વિભાગની તપાસમાં આ સેમ્પલ અનસેફ જણાયા છે. આ ચેકિંગ દરમિયાન કુલ 1230 કિલોના જથ્થા સાથે કુલ 64 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાલ ફુડ વિભાગે ચટણીના સેમ્પલ FSLમાં મોકલ્યા છે. આ સેમ્પલની ચકાસણી થશે ત્યારબાદ વધુ કાર્યવાહી થશે.