કેશોદ નગરપાલિકા હસ્તકના થોડા મહિના પહેલાં બનાવેલા ડિઝલ ભઠ્ઠી સ્મશાનના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયાની લોકોમાં થતી ચર્ચા

0
271

કરોડના ખર્ચે તૈયાર થયેલ ડિઝલ ભઠ્ઠી સ્મશાન પણ  હાલ બંધ હાલતમાં

કેશોદ નગરપાલિકા હસ્તક કરોડો રૃપિયાના ખર્ચે બનેલ સ્મશાનમાં પણ ભષટાચાર થયો હોય તેમ થોડાજ મહિનામાં સ્મશાન ના બાંધકામ તિરાડો પડી ત્યારે જનતાનો એકજ સવાલ અહીં જગ્યા ને ભષટાચાર માંથી બાકાત રાખવી જોઈએ પણ ભષટાચારીઓને સબ ધર સરખા આમ નગરપાલિકા એ થોડા મહિના પહેલાં બનાવેલ રૂ એકાદ કરોડ ઉપર ના ખર્ચે તૈયાર કરેલ સ્મશાનમાં ભષટાચાર બદબુ આવે એ ઠીક છે? પણ આ ડીઝલ ભઠ્ઠી સ્મશાન પણ બંધ થઈ જતાં લોકોમાં પાલિકાના સત્તાધીશો સામે રોષ ની લાગણી વ્યાપી છે હાલમાં ચોમાસા નો સમય છે અને લાકડા ભીજાઈ જાય ત્યારે અગ્નિ દાહ ને બાળવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે થોડા મહિના અગાઉ તૈયાર થયેલ ડીઝલ ભઠ્ઠી સ્મશાન થી લોકો ને નવી ચેતના જાગી હતી કે હવે અગ્નિસંસ્કાર આપવા માટે ધણું સહેલું બનશે પણ શરૂ થયેના થોડા માસમાં ટેકનીકલ ફોલ્ડ આવતા હાલમાં આ સ્મશાન બંધ છે ત્યારે હાલ ચોમાસા ની સિઝન હોય મુતદેહ ને અગ્નિ દાહ આપવા માટે જ્યારે લોકો લાકડા એકઠા કરે છે તે પણ વરસાદ ના કારણે પલળી જતાં હોવાથી અગ્નિ સંસ્કારમાં ધણો સમય વીતી જાય છે અને લોકો ધણી મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે કરોડના બાંધકામમાં ભલે તમે ભષટાચાર કયાૅ હોય? પણ હવે લોકો ની મુશ્કેલી સમજી વહેલાસર ડીઝલ ભઠ્ઠી સ્મશાન તો ચાલુ કરો જો તમારામાં માનવતા હોય અને ફરી લોકો ના મત જોતા હોયતો થોડીક તો લોકો ની લાગણી ને સમજો તેવો સવાલ સ્મશાન આવેલ લોકોમાં ઉઠી રહીયો છે

અહેવાલ :-અનિરુધસિંહ બાબરિયા ,કેશોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here