કોરોના સૌરાષ્ટ્ર :રાજકોટમાં કોરોનાથી વધુ 13ના મોત, સૌરાષ્ટ્રમાં છેલ્લા 12 દિવસમાં 173ના મોત થયા

0
322

રાજકોટમાં કુલ 2373 કેસ પોઝિટિવ નોંધાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે રાજકોટમાં સારવાર લઈ રહેલા સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના 13 લોકોના મોત થયા છે. છેલ્લા 12 દિવસમાં કોરોનાથી 173 લોકોના મોત થયા છે. રાજકોટમાં કુલ 2373 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ શહેરમાં સતત 15 દિવસથી ટેસ્ટની સંખ્યા વધે કે ઘટે પણ દૈનિક કોરોનાના કેસ 90થી 99ની વચ્ચે જ આવી રહ્યાં છે. તે રીતે જ બુધવારે પણ 96 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા હજુ પણ નવા કેસ કરતા ઓછી આવી રહી છે.

બુધવારે 57ને ડિસ્ચાર્જ કરાયા
રાજકોટમાં જે 96 કેસ આવ્યા છે તેમાંથી રાજકોટ શહેરના 62, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 34 કેસ છે. આ સાથે શહેરમાં કુલ કેસ 2373, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1186 કુલ કેસ થયા છે. બુધવારે વધુ 57ને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ હોમ આઈશોલેશનમાં 706 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે 199 કોવિડ કેર સેન્ટરમાં તેમજ 516 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 179 કેસ, 4નાં મોત
જામનગર જિલ્લામાં બુધવારે વધુ 81 કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીના મોત થયા હતા. મોરબીમાં 28 કેસ અને એક મોત, જ્યારે જુનાગઢ જિલ્લામાં 20 કેસ, ગીર સોમનાથમાં 13 કેસ, અમરેલી જિલ્લામાં 27 અને પોરબંદર જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા હતા.