કોરોનામાં ચૂંટણી માટે ગાઇડલાઇન:એક પોલિંગ બૂથ પર 1000થી વધુ મતદારો નહીં હોય, તાપમાન વધુ આવશે તો છેલ્લા કલાકમાં જ મત નાખી શકાશે

0
284

ગાઇડલાઇન અનુસાર ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા રૂમ અથવા હોલમાં થર્મલ સ્કેનર લગાવવું જરૂરી છે

ચૂંટણી પંચે કોરોના સમયે ચૂંટણી કરાવવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇન અનુસાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને થર્મલ સ્કેનર જેવી ચીજો ચૂંટણી સમયે જરૂરી રહેશે. તે સિવાય ચૂંટણી પંચે ઓનલાઇન નોમિનેશન ફોર્મની સુવિધા પણ આપી છે. તેના દ્વારા ઉમેદવાર ઓનલાઇન નોમિનેશન ભરી શકશે.

સામાન્ય ગાઇડલાઇન

 • ચૂંટણી સાથે જોડાયેલી કોઇ પણ પ્રક્રિયા વખતે માસ્ક પહેરવું જરૂરી રહશે.
 • ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા રૂમ, હોલ અથવા કોઇ પણ એરિયાના ગેટ પર થર્મલ સ્કેનર, સેનિટાઇઝર, સાબુ અને પાણી રાખવું પડશે. દરેક વ્યક્તિનું સ્કેનિંગ
 • કરવામા આવશે.
 • સરકારી નિર્દેશો પ્રમાણે સોશિયાલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી. તેના માટે મોટા હોલની પસંદગી કરીને સ્પોટ બનાવવામા આવે.
 • ચૂંટણી અધિકારીઓ, સુરક્ષામાં લાગેલા લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે કોરોના ગાઇડલાઇન અનુસાર જરૂરી સંખ્યામાં વાહનો રાખવા પડશે.

EVM/વીવીપેટ

 • પહેલા અને બીજા EVM સાથે સંકળાયેલું દરેક કામ મોટા હોલમાં થવું જોઇએ.
 • સેનિટાઇઝર જરૂરી માત્રામાં હાજર રહે.
 • EVM/વીવીપેટની કામગીરી કરી રહેલા દરેક અધિકારીને ગ્લવ્ઝ ઉપલબ્ધ કરાવવામા આવે.

નોમિનેશન પ્રક્રિયા

 • નોમિનેશન ફોર્મ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામા આવશે. તેને ઉમેદવારો ઓનલાઇન જ ભરી શકશે. તેની પ્રિન્ટ ચૂંટણી અધિકારીને સોંપવી પડશે.
 • સોગંદનામુ પણ ઓનલાઇન દાખલ કરી શકાય છે. તેની પ્રિન્ટ પાસે રાખી શકાય છે. નોટરાઇઝેશન બાદ તેને નોમિનેશન સાથે ચૂંટણી અધિકારીને સોંપી શકાય છે.
 • ઉમેદવાર ડિપોઝીટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે. કેશ આપવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.
 • નોમિનેશન ફોર્મ સોંપતી વખતે ઉમેદવાર સાથે બેથી વધુ લોકો નહીં આવી શકે. તેમને બેથી વધુ ગાડીઓ લઇ જવાની મંજૂરી નહીં મળે.
 • નોમિનેશન ફોર્મ લેવાની , તેની સ્ક્રૂટિની તેમજ ચૂંટણી ચિહ્ન આપવાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં પૂરતી જગ્યા રહે.
 • ઉમેદવારોને અલગ અલગ સમયે બોલાવવામા આવે. ઉમેદવારો માટે વેઇટિંગ એરિયા પણ મોટો હોવો જોઇએ.

પોલિંગ બૂથ

 • એક પોલંગ બૂથ પર 1500ની જગ્યાએ 1000 મતદારોને જ બોલાવવામા આવે.
 • વોટિંગના એક દિવસ પહેલા પોલિંગ સ્ટેશન સેનિટાઇઝ કરવામા આવે.
 • દરેક બૂથના એન્ટ્રી પોઇન્ટ પર થર્મલ સ્કેનર લગાવવામા આવે. દરેક મતદારની એન્ટ્રી પર થર્મલ ચેકિંગ થાય.
 • જો કોઇ મતદારનું પહેલું રીડિંગ નિર્ધારિત તાપમાનન કરતા ઉંચું આવે તો તેનું ટેમ્પરેચર ફરી માપવામા આવે. બીજી વખત પણ જો ટેમ્પરેચર વધારે આવે તો તેને ટોકન/સર્ટિફિકેટ આપીને વોટિંગના છેલ્લા કલાકમાં બૂથ પર આવવાનું કહેવામા આવે. વોટિંગના છેલ્લા કલાકમાં આ પ્રકારના મતદારોને વોટિંગ કરવાની સગવડ આપવામા આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here