માનવ સેવા એજ મોટી સેવા છે..એવા નિયમને વરેલો વડોદરાનો 22 વર્ષીય યુવાન સલૂનની દુકાનમાં નોકરી કરે છે. અને બપોરના સમયમાં ફૂટપાથવાસી ગરીબ લોકો તેમજ માનસિક દિવ્યાંગોના દાઢી-વાળ કાપીને આનંદ લઇ રહ્યો છે. યુવાને જણાવ્યું હતું કે, સેવા કરવા માટે પૈસાની જરૂર હોતી નથી. સેવાની શરૂઆત કરો દાનવીરો આપોઆપ મળી જાય છે. કોરોના કાળ દરમિયાન લોકોને શાક-રોટલી ખવડાવવાની સેવા બાદમાં ગરીબ અને માનસિક દિવ્યાંગ લોકોના દાઢી-વાળ કાપવાનું કામ કરી રહ્યો છું.
નોકરી સાથે સેવાનું કામ
પાવન ભૂમિ મથુરાનો વતની આતિફ સુલતાની પાંચ વર્ષ પહેલાં પરિવાર સાથે વડોદરામાં સ્થાયી થયો છે. સલૂનનું કામ કરતા પિતા સાહેદભાઇ પાસેથી સલૂનનું કામ શીખેલો આતિફ હાલ હરણી-સમા રોડ ઉપર સલૂનની દુકાનમાં નોકરી કરે છે. અને નોકરીમાં બપોરના સમયે જમવા માટે મળતા સમયમાં ફૂટપાથ ઉપર રહેતા ગરીબ પરિવારના બાળકો, તેમના વાલીઓ તેમજ માનિક દિવ્યાંગ લોકોને શોધીને તેમની દાઢી અને વાળ કાપવાનું કામ કરી રહ્યો છે. ખાસ કરીને તે મંગળવારના દિવસે વાળ કાપવા જાય છે. તેની આ સેવા માટે સલૂનના માલિક પણ છૂટછાટ આપી રહ્યા છે.માનસિક દિવ્યાંગના નખ કાપી રહ્યો છે
રોટલી અને શાક જમાડતો હતો સેવા કરવાનું મન કેવી રીતે થયું ? તેવા એક પ્રશ્નના જવાબમાં આતિફે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન ગરીબ લોકોની હાલત બહુ ખરાબ થઇ ગઇ હતી. કોઇ એક સમયનું જમીને સૂઇ જતું હતું. તો કોઇ આખો દિવસ જમ્યા વગર પસાર કરી દેતા હતા. ત્યારે મને એવી ઇચ્છા થઇ કે, આવા લોકોની ભૂખ ઠારવી જોઇએ. હું ઘરમાં વધારે રોટલી-શાક બનાવડાવતો હતો. અને રોટલી અને શાક લઇ સાઇકલ ઉપર નીકળી જતો હતો. રસ્તામાં જે વ્યક્તિ ભૂખ્યું હોય તેને જમાડતો હતો.
રોટલી અને શાક જમાડતો હતો
સેવા કરવાનું મન કેવી રીતે થયું ? તેવા એક પ્રશ્નના જવાબમાં આતિફે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન ગરીબ લોકોની હાલત બહુ ખરાબ થઇ ગઇ હતી. કોઇ એક સમયનું જમીને સૂઇ જતું હતું. તો કોઇ આખો દિવસ જમ્યા વગર પસાર કરી દેતા હતા. ત્યારે મને એવી ઇચ્છા થઇ કે, આવા લોકોની ભૂખ ઠારવી જોઇએ. હું ઘરમાં વધારે રોટલી-શાક બનાવડાવતો હતો. અને રોટલી અને શાક લઇ સાઇકલ ઉપર નીકળી જતો હતો. રસ્તામાં જે વ્યક્તિ ભૂખ્યું હોય તેને જમાડતો હતો.
નોકરીમાં છૂટછાટ આપે છે
આતિફે જણાવ્યું કે, સેવા કરવામાં પૈસાની જરૂર હોય છે. પરંતુ, એટલા પૈસાની પણ જરૂર નથી કે તમે કોઇ સેવા ન કરી શકો. એક વખત સેવા કરવાનું શરૂ કર્યા બાદ તમને કોઇને કોઇ જગ્યાએથી મદદ મળતી થઇ જાય છે. હાલમાં જે હું ગરીબોની દાઢી અને વાળ કાપી રહ્યો છું. તે સેવા કરવા માટે હું મને સલૂનમાંથી મળતા પગારમાંથી સામાન લાવીને કરી રહ્યો છે. સલૂનના માલિક મને આ સેવા કરવા જવા માટે નોકરીમાં છૂટછાટ આપે છે.
ક્યારેક મળતું પણ નથી
ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓ નાણાંના અભાવે પોતાના તેમજ પોતાના બાળકોની કટીંગ કરાવી શકતા નથી. પરિણામે લાંબા ગાળે તેઓને માથામાં ગુમડાં થતા હોય છે. ઇન્ફેક્શન થતું હોય છે. જ્યારે આવા લોકોના વાળ કાપવા મુશ્કેલી પડે છે. પરંતુ, હું તેમને કોઇ કષ્ટ ન પડે તે રીતે તેમના વાળ કાપું છું. તેજ રીતે ફૂટપાથ ઉપર દિવસો પસાર કરતા માનસિક દિવ્યાંગ લોકોના વધેલા વાળ અને દાઢી કરવી ખૂબજ મુશ્કેલ હોય છે. પ્રથમ તો તેઓને સમજાવવા જ મુશ્કેલ હોય છે. ક્યારેક તો કોઇ વાળ કપાવવા વાળું મળતું પણ નથી. તો ક્યારેક પાંચ-છ લોકો મળી જતા હોય છે.
આ સેવામાં મિત્રની મદદ લઉં છું
વધુમાં ઉમેર્યું કે, માનસિક દિવ્યાંગ હુમલો ન કરે તેનું પણ ધ્યાન રાખવું પડે છે. માનસિક દિવ્યાંગે વર્ષો સુધી વાળ કપાવ્યા ન હોવાથી તેઓના વાળ જાડા થઇ જતા હોય છે. તેમના વાળમાં મશીન મારવું પણ મુશ્કેલ થઇ જાય છે. આથી પ્રથમ તેના વાળ કાતરથી કાપવા પડે છે. પછી તેમના માથાના વાળ ટ્રીમરથી કાપવા પડે છે. તેમના વાળ અને દાઢી કર્યા પછી માનસિક દિવ્યાંગ પણ હસતા ચહેરે ઉભો થાય છે. ત્યારે ખુશી મળે છે. આ સેવા માટે મારી સાથે મિત્રને સાથે રાખું છું. જે મને માનસિક દિવ્યાંગ જેવા લોકોના વાળ અને દાઢી કાપવામાં મદદરૂપ થાય છે.આતિફની અનોખી માનવ સેવા