News Updates
NATIONAL

 Saffron Crop:કેસરનો પાક તૈયાર કાશ્મીરમાં,પ્રસરી સુગંધ

Spread the love

પુલવામા જિલ્લાના પમ્પોરમાં આજકાલ કેસરની સુગંધ પ્રસરી રહી છે. પમ્પોરના ખેતરો કેસરના પાકથી લહેરાઈ રહ્યાં છે. કેસરનો પાક ઉગાડતા ખેડૂતોએ કેસરની લણણીની શરૂઆત કરી છે. કાશ્મીરનું કેસર ગુણવત્તામાં શ્રેષ્ઠ કેસર ગણાય છે.

શિળાળાની ઋતુ શરૂ થતા જ, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પમ્પોરમાં કેસરના ખેતરો પાકથી લહેરાઈ રહ્યાં હોવાનું જોવા મળે છે. ખેડૂતોએ કેસરના પાકની લણણીની શરૂઆત કરી દીધી છે.

સામાન્ય રીતે કાશ્મીરમાં કેસરના પાકનું વાવેતર દર વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં થાય છે અને કેસરના પાકની લણણી નવેમ્બર મહિનામાં શરૂ થાય છે. કેસરની ખેતી કરતા નાના ખેડૂતો તેમના કેસરનું વેચાણ પમ્પોરમાં આવેલી તેમની દુકાનો દ્વારા કરે છે.

શિયાળા ઋતુના આગમન સાથે, કાશ્મીરમાં દેશભરમાંથી પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. કેસરના મનમહોક ફૂલ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. પમ્પોરમાં આવતા પ્રવાસીઓ કેસરની ખેતી કેવી રીતે થાય છે તેનાથી અવગત થાય છે અને ખેતરમાં લહેરાતા કેસરના ફૂલો જોઈને પ્રફુલ્લિત જોવા મળે છે.

કાશ્મીરમાં સૌથી વધુ કેસરની ખેતી પુલવામાના પમ્પોરમાં થાય છે. પમ્પોરના ખેતરો કેસરના જાંબલી રંગના ફુલોથી લહેરાતો જોવા મળે છે. અહીંનું કેસર ઉચ્ચ ગુણવત્તાનું હોવાથી સરકાર દ્વારા કેસરને જીઆઈ ટેગ આપવાનો સરાહનીય પ્રયાસ થયો છે.

જીઆઈ ટેગ એવી વસ્તુઓને આપવમાં આવે છે કે જે વસ્તુ માત્ર એક જ વિસ્તારમાં થતુ હોય. આ વસ્તુ જે તે વિસ્તારની એક ઓળખ સ્વરૂપ પણ હોવી જોઈએ. કાશ્મીરમાં ઉની વણાટ, સુકામેવાની સાથે કેસર માટે પણ જાણીતું છે. સરકારના પ્રયાસથી કાશ્મીરના કેસરને જીઆઈ ટેગ મળ્યો છે. જે તેની વિશ્વસનિયતા અને ગુણવત્તાને આભારી છે.

કેસરની ખેતી ખુબ જ મહેનત માગી લેતી અને વિશાળ ક્ષેત્રમાં વાવેતર કર્યા બાદ તેમાથી બહુ જ ઓછા કેસરનો ઉતારો થતો હોવાથી તે મોંધુ હોય છે. હાલમાં કેસરની લણણીનો સમયગાળો હોવાથી, પમ્પોરમાં લગભગ ઘરે ઘરે ફુલમાંથી કેસર અલગ કરવાની અને તેની સુકવણી કરવામાં આવે છે. 


Spread the love

Related posts

મણિપુરમાં કુકી જૂથે નેશનલ હાઈવે ખોલ્યો:કથળેલી કાયદો- વ્યવસ્થાથી પરેશાન થઈને 12 દિવસથી બે હાઇવે બ્લોક કર્યા હતા

Team News Updates

શ્રી કૃષ્ણએ ઉદ્ધવને આપી શિખામણ:આરોગ્ય, શિક્ષણ અને પૈસા સંબંધિત કાર્યો કરવામાં મોડું ન કરો, સમય મળે એટલે તુરંત જ કરો

Team News Updates

મોદીએ કહ્યું- યોગ વૈશ્વિક આંદોલન બની ગયું છે, યોગ દરેકને જોડે છે અને જે જોડે છે તે ભારત છે; રાજનાથસિંહે INS વિક્રાંત પર યોગ કર્યા

Team News Updates