ટુ વ્હીલર પરથી જીએસટી ઘટાડાશે: નાણામંત્રીનો સંકેત

0
327

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ખૂબ જ મહત્વની વાત કરી છે અને એમણે એમ કહ્યું છે કે ટુ વ્હીલ વાહનો પર જીએસટી નો દર વધારે છે અને આગામી દિવસોમાં તેમાં ઘટાડો થઈ શકે છે.
નાણામંત્રીએ એમ પણ કહ્યું છે કે ટુ વ્હીલર લકઝરી આઈટમ નથી માટે તેના પર વધુ જીએસટી દર લગાવવાની જર નથી.


નિર્મલા સીતારમણ એમ કહ્યું છે કે ટુ વ્હીલરના જીએસટીના દર માટેની સમીક્ષા અને રિવિઝન કરવામાં આવશે અને જીએસટી કાઉન્સિલની હવે પછી મળનારી બેઠકમાં આ રિવિઝન ની દરખાસ્ત મુકવામાં આવશે અને તેના પર જીએસટી કાઉન્સિલ યોગ્ય નિર્ણય લઈ લેશે


વર્તમાન સમયમાં ટુ વ્હીલર વાહનો પર ૨૮ ટકા જેટલું જીએસટી વસૂલવામાં આવે છે પરંતુ હવે તેમાં મોટો ઘટાડો પણ થઈ શકે છે તેવી અપેક્ષા સૌને છે અને નિર્મલા સીતારમણે પણ આ દિશામાં સંકેત આપી દીધો છે ત્યારે હવે નવા ટુ વ્હીલર ખરીદનારા લોકો માટે આનંદના સમાચાર છે અને જેમની પાસે વાહનો છે તમને પણ રાહત મળશે.


દેશના ઉધોગો સાથેની ચર્ચા દરમિયાન નાણા મંત્રીને જીએસટી દર અંગે મહત્વના સવાલો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ટુ–વ્હીલર પર વધુ પડતો જીએસટી છે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ નાણામંત્રીએ ઉપરોકત સંકેત આપ્યો હતો.


ટુ વ્હીલર પરના વધારે પડતા જી.એસ.ટી દર અંગેની રજૂઆત મા નાણામંત્રીએ કબૂલાત કરી હતી કે આ ફરિયાદ સાચી છે કારણ કે ટુ વ્હીલર વાહન એ કોઈ લગ્ઝરી આઇટમ નથી માટે તેના પર જીએસટી દરમાં ઘટાડો થવો જોઈએ.

  • ટોલટેકસમાં રિટર્નનું ડિસ્કાઉન્ટ મેળવવા માટે ફાસ્ટેગ હોવું જરૂરી

મોદી સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને હાઈવે પર ગાડીઓની અવરજવરને ફાસ્ટેગ અંતર્ગત કરાવવા જરી બનાવવાની રીત શોધી છે. સરકારે એ નિયમ બનાવ્યો છે કે, હવે માત્ર તેને જ ૨૪ કલાકમાં પાછા ફરવા પર ટોલ ટેકસમાં અપાતી છૂટ મળશે, જે ગાડી પર માન્ય ફાસ્ટેગ હશે. એટલે કે, જો તમે ટોલ ટેકસ રોકડમાં આપો છો તો તમને ૨૪ કલાકમાં પાછા ફરવા પર ટોલ ટેકસમાં મળતી છૂટ નહીં મળે. આ રીતે સરકાર ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે અને એ સુનિશ્ચિત કરવા ઈચ્છે છે કે, દરેક ગાડીની અવરજવર ફાસ્ટેગ અંતર્ગત નોંધાય.


એટલું જ નહીં, ઘણા બધા ટોલ બુથ પર કેટલાક ખાસ પ્રકારના ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેમકે, કેટલીક ગાડીઓ પર ડિસ્કાઉન્ટ અંતર્ગત ટોલ ટેકસ નથી લેવાતો, પરંતુ હવે આ ડિસ્કાઉન્ટ પણ ત્યારે જ મળશે, યારે એ ગાડીઓ પર ફાસ્ટેગ લાગેલો હશે. ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે એ નિયમ બનાવાયો છે કે, ચૂકવણી સ્માર્ટ કાર્ડ, ફાસ્ટેગ કે પછી કોઈ અન્ય પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ દ્રારા જ થાય.
નિયમોમાં કરાયેલો આ ફેરફાર એ કેસમાં પણ ફાયદાકારક સાબિત થશે, યાર કોઈ વ્યકિત ૨૪ કલાકની અંદર પાછી આવે છે. એવી સ્થિતિમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે પહેલેથી કોઈ પહોંચ વગેરે લેવાની જર નહીં પડે. જો તે વ્યકિત ૨૪ કલાકની અંદર પાછી આવે છે, તો આપોઆપ જ ફાસ્ટેગ ખાતામાંથી ડિસ્કાઉન્ટ માઈનસ થઈને જ પિયા કપાશે