કન્યાકુમારીના કોંગ્રેસના સાસદં વસંતકુમારનું કોરોનાના કારણે નિધન

0
328

તામિલનાડુના કન્યાકુમારી બેઠકથી કોંગ્રેસ સાંસદ એચ. વસંતકુમારનું શુક્રવારે નિધન થયું છે. અધિકારીઓએ આ જાણકારી આપતા કહ્યું છે કે વસંતકુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૭૦ વર્ષીય આ નેતાને કોરોનાના ચેપના કારણે ૧૦ ઓગસ્ટે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ડોકટરોના જણાવ્યા પ્રમાણે ન્યુમોનિયાના કારણે તેમની સ્થિતિ ગંભીર હતી. પ્રથમ વખત તામિલનાડુથી સાંસદ બનેલા વસંતકુમાર પહેલા બે વખત ધારાસભ્ય પણ રહી ચૂકયા છે.


તામિલનાડુ કોંગ્રેસ કમિટી વકિગ પ્રેસિડેન્ટ વસંતકુમારની ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એપોલો હોસ્પિટલ મેડિકલ ડાયરેકટર ડો. આરકે વેન્કટસલામે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, અમને તે જણાવતા ઘણું જ દુ:ખ થઈ રહ્યું છે કે વસંતકુમારનું શુક્રવારે સાંજે ૬.૫૬ કલાકે નિધન થયું છે. નોંધનીય છે કે વસંતકુમારના પત્નીની પણ કોરોનાની સારવાર ચાલી રહી છે. યારે તેમનો પુત્ર વિજય વસતં અભિનેતા છે