નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા : 28થી વધુ ગામને એલર્ટ કરાયા

0
347

નર્મદા નિગમે 5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાની જાહેરાત કરી છે ત્યારે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 28 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ સુધીમાં 23 ગેટ ખોલી જેમાંથી 3 લાખ 65 હજાર  ક્યુસેક પાણી નદી માં છોડાય રહ્યું છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા બે કાંઠેનર્મદા નદીમાં નવા નીર આવતા લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પરંતુ જળ સપાટી વધતાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામમાં ચિંતા વધી છે. તંત્ર પણ સાવધાન થયું છે અને લોકોને સચેત કર્યા છે. ડભોઇમાં યાત્રાધામ ચાંદોદ પાસે નર્મદા નદી જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. 

રાજ્યમાં વધુ ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં વધુ લો પ્રેશર સિસ્ટમ બની હતી હોવાથી ઓગસ્ટ માસમાં વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ  પડી શકે છે. નદીઓમાં પૂર આવી શકે છે એવી આગાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here