દેશ અને વિશ્વમાં કોરોના વાયરસના કારણે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. આ પરિવર્તન દરેક ક્ષેત્રમાં થઈ રહ્યું છે. જો કે કોરોના વાયરસના કારણે ભારતીય રેલ્વેમાં કેટલાક ધરખમ ફેરફાર થવાની સંભાવના છે. રેલ્વે કોરોના વાયરસના કારણે માત્ર વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે. પરંતુ હવે એવી વાત સામે આવી છે કે કોરોના પછી જ્યારે રેલ્વે સેવાઓ પૂર્વવત થશે ત્યારે રેલ્વે એસી કોચમાં મુસાફરોને ધાબળા, ટુવાલ, ચાદર, ઓશીકું આપવાનું કાયમ માટે બંધ કરી શકે છે.
જો કે હજી આ અંગે સત્તાવાર નિર્ણય લેવાયો નથી. આ સપ્તાહમાં રેલવે બોર્ડના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ નિર્ણય લેવામાં આવશે તો રેલ્વે વિભાગનો આ વસ્તુઓ પર થતો લાખોનો ખર્ચ પણ બચી જશે.