News Updates
NATIONAL

અંગ્રેજો છોડો મુઘલ પણ પાર નહોતા કરી શક્યા આ કિલ્લો, જાણો શું હતું ખાસ એવું આ કિલ્લામાં

Spread the love

ઈતિહાસકાર જેમ્સ ટોડ આ વિશે લખે છે કે મહારાજા સૂરજમલે લોહાગઢ કિલ્લાના નિર્માણ માટે માટીની સાથે એક ખાસ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. આ અજેય કિલ્લાને તૈયાર કરવા માટે માટી, ચૂનો, ભૂસું અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અંગ્રેજો અને મુઘલોના 13 હુમલાઓ પછી પણ તેઓ રાજસ્થાનના લોહાગઢ કિલ્લામાં ઘૂસી શક્યા ન હતા. આ મહેલને 8 વર્ષની સખત મહેનતે એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે દુશ્મન માટે તેને પાર કરવું અશક્ય બની જાય. ચાલો જોઈએ શું ખાસ હતું આ કિલ્લામાં.

અગાઉ મુઘલોએ દેશના એવા ઘણાબધા રજવાડાઓ હતા કે જેને કબજે કર્યા હતા અને તેમને લૂંટીને ગુલામ બનાવી દીધા હતા, પરંતુ માત્ર રાજસ્થાનના લોહાગઢ કિલ્લાના કિસ્સામાં તેમને કોઈ જ સફળતા મળી ન હતી. આ કિલ્લાને બચાવવા માટે 13 જેટલી લડાઈ લડવામાં આવી હતી અને કોઈ પણ દુશ્મનને તેની અંદર પ્રવેશ મેળવવા દીધો ન હતો. આ લોહાગઢ કિલ્લાનું નિર્માણ 1733માં મહારાજા સૂરજ મલે કરાવ્યું હતું અને તમને જાણી ને નવાઈ લાગશે કે આના નિર્માણમાં તેમને 8 વર્ષ લાગ્યા હતા. આ 8 વર્ષમાં તેને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે દુશ્મન માટે તેને પાર કરવું અસંભવ બની જાય.

ઈતિહાસકાર જેમ્સ ટોડ આ વિશે લખે છે કે મહારાજા સૂરજમલે લોહાગઢ કિલ્લાના નિર્માણ માટે માટીની સાથે એક ખાસ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. આ અજેય કિલ્લાને તૈયાર કરવા માટે માટી, ચૂનો, ભૂસું અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે જ્યારે દુશ્મન આવા મોર્ટારથી બનેલી દિવાલમાં શેલ ફેંકતા હતા, ત્યારે શેલ દિવાલોમાં અટવાઈ જતા હતા. તેમના પર ગોળીઓની કોઈ અસર થતી ન હતી.

કિલ્લાની આસપાસ 60 ફૂટ ઊંડી ખાઈ

આ કિલ્લો બનાવતી વખતે એવી વ્યૂહરચના બનાવવામાં આવી હતી કે તેના પર કબજો કરનારા દુશ્મનોને કેવી રીતે હરાવી શકાય. કિલ્લાની ફરતે ખાડો બનાવવામાં આવ્યો હતો. તે 100 ફૂટ પહોળું હતું, જેથી દુશ્મન માટે તેને પાર કરવું મુશ્કેલ હતું. આટલું જ નહીં ખાડો 60 ફૂટ ઊંડો બનાવવામાં આવ્યો હતો. જેમાં મોતી ઝિલ અને સુજાન ગંગા કેનાલમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાડામાં બનાવેલી કેનાલમાં મગરોને છોડવામાં આવ્યા હતા.

મહારાજા સૂરજમલે હેતુપૂર્વક મહેલની આવી હારમાળા તૈયાર કરી હતી. એવું કહેવાય છે કે જ્યારે પણ હુમલાની સ્થિતિ સર્જાતી હતી, ત્યારે મગરને ખોરાક આપવાનું બંધ કરી દેવામાં આવતું હતું, કારણ કે જ્યારે દુશ્મનો હુમલો કરવા માટે તેમાં ઘૂસવાનો પ્રયત્ન કરતાં હતા ત્યારે મગરનો શિકાર બની જતાં હતા.

જો કોઈ દુશ્મન આ ખાડાને ઓળંગીને બીજી તરફ પહોંચી જાય તો પણ તેના માટે દિવાલ પર ચઢવું ખૂબ જ મુશ્કેલ બની જતું હતું. મહેલની ટોચ પર સર્તક બેઠેલા સૈનિકો દુશ્મન પર હુમલો કરીને તેમને ઢેર કરી દેતા હતા. મુઘલો અને અંગ્રેજોએ 13 વખત હુમલો કર્યો.

લોહાગઢને તોડી પાડવા માટે અંગ્રેજો અને મુઘલોએ તેના પર 13 વખત હુમલો કર્યો. અંગ્રેજોએ અહીં હુમલો કરવા માટે ચાર વખત મોટી સેના તૈયાર કરીને કિલ્લાને ઘેરી લીધો હતો પણ છતાં સફળતા તેમના હાથ લાગી નહોતી. ઈતિહાસકારોના મતે બ્રિટિશ જનરલ લાર્ક લેકે 1805માં હુમલો કર્યો હતો, પરંતુ આ દરમિયાન તેના 3 હજાર સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આટલી મોટી સંખ્યામાં સૈનિકોના મૃત્યુને જોઈને તેમનું મનોબળ એટલું ડગી ગયું કે તેઓ ફરીથી હુમલો કરવાની હિંમત જ ન કરી શક્યા. હિંમત હાર્યા પછી ભગવાન મહારાજ પાસે પહોંચ્યા અને સમાધાન માટે કહ્યું.

લોહાગઢ કિલ્લામાં ઘણા પ્રકારના દરવાજા છે. તેને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. જેમ કે- અટલ બંધ ગેટ, અને લીમડા ગેટ. હવે તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. જાળવણીના અભાવે તે નબળું પડી ગયું છે. જો કે, તેમાં જવા માટે કોઈ ફી ચૂકવવાની નથી.


Spread the love

Related posts

હિમાચલમાં કુલ્લુ દશેરામાં અડધી રાતે ભીષણ આગ:દેવી-દેવતાઓનાં 8 ટેન્ટ સહિત 13 તંબુ બળીને ખાખ; પાંચ દુકાનો પણ બળી, 2 લોકો આગમાં ભડથું

Team News Updates

રિક્ષાવાળાએ પોલીસનું તાળું તોડ્યું!:અમદાવાદના એરપોર્ટ પાસે ગેરકાયદે પાર્કિંગ કરેલી રિક્ષામાં ટ્રાફિક પોલીસે લોક માર્યું, ચાલક લોક તોડી ને સાથે લઈ ગયો

Team News Updates

સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન પર GST વસુલાય તો સરકારને રોજ આટલા લાખની થાય આવક, સમજો સમગ્ર ગણિત

Team News Updates