ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે આઈ.એ.એસ.દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને રિવ્યું બેઠક યોજાઈ

0
80

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલ પગલાઓ/કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સરનિરિક્ષક ગાંધીનગર શ્રી દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ હતી.
તેઓશ્રીએ ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી જિલ્લાની કોવીડ અંગેની વિગતો મેળવી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ધનવંતરી આરોગ્ય રથ અને આર.બી.એસ.કે.ની ટીમ દ્રારા કોરોના વાયરસના પોઝીટીવ આવેલ વિસ્તાર, હોટસ્પોટ વિસ્તારમા, વધુ માત્રામાં લોકોનું સ્થળાંતર હોય તેવા વિસ્તાર અને સ્લમ વિસ્તાર પહોંચી નાના બાળકો, બી.પી, ડાયાબીટીસ, કેન્સર, એચ.આઈ.વી, ફેસ્સાની બિમારી અને શંકાસ્પદ દર્દીઓની સમયસર તપાસણી કરવામાં આવે અને સાથો સાથ કોરોના ટેસ્ટનું ભય નિવારવા લોકોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવું. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓ, ડિસ્ચાર્જ દર્દીઓ અને મૂત્યું પામેલા દર્દીઓની વિગત ગાંધીનગર ઉચ્ચકક્ષાએ અને જિલ્લાકક્ષાએ કોઈપણ પ્રકારની વિસંગતતા વગરની સચોટ આકડાકિય માહિતી મોકલી આપવી.
ઉપરાંત જિલ્લામા ક્યા સ્થળેથી કોરોના વાયરસના દર્દીઓ વધુ આવે છે તે વિસ્તાર શોધી તપાસ કરવી. કન્ટેમેન્ટ ઝોનમાં ૧૦૦ ટકા લોકોનું સ્ક્રેનીંગ કરવુ. કોરોના વાયરસથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે જરૂરી પગલા લેવા કહ્યું હતું. આરોગ્ય વિભાગ અને કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ વેરાવળની કોઈપણ જરૂરિયાત અને જરૂરી સામગ્રીની ખરીદી માટે તેઓશ્રીએ હકારાત્મક અભિગમ આપ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચેતન મહેતાએ પાવર પ્રેઝેન્ટેશન દ્રારા કોવિડ-૧૯ની અંગેની માહિતી આપી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ, એક્ટિવ દર્દીઓ, ડિસ્ચાર્જ કરેલા દર્દીઓ અને મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા અને કોરોના વાયરસના દર્દીઓની કઈ રીતે સારવાર થાય છે, સંક્રમિત વિસ્તારની તપાસ અને કોરોના વાયરસના સંક્રમણની બચવા માટેના પ્રયાસો સહિત અનેકવિધ વિગતો આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટરશ્રી ડો.બી.એસ.પ્રજાપતિ, પ્રાંત અધિકારીશ્રી એસ.એચ.જનકાટ, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા, ચીફ ઓફીસરશ્રી જતીન મહેતા એપેડેમેક ઓફીસરશ્રી નિમાવત, ડો.બામરોટીયા, સરકારી હોસ્પિટલના ડો.જીજ્ઞેશ પરમાર તેમજ તાલુકા હેલ્થ ઓફીસરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here