અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ – જસદણ દ્વારા સતત 22 દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

0
115

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ – જસદણ દ્વારા કોરોના મહામારી સામે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જસદણ શહેરના ચિતલીયા કૂવા રોડ પરની ગજાનન રેસીડેન્સીના ખૂણે આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ સતત 22 દિવસ સુધી (તા. 9/8/2020 થી તા. 30/8/2020) કરવામાં આવ્યું.આમ 22 દિવસના સમયમાં લગભગ રોજના 300 વ્યક્તિ મુજબ કુલ અંદાજે 6500 વ્યક્તિઓએ તેનો લાભ લીધો.

 આ ઉકાળો પીવાને લીધે લોકોના પ્રતિભાવ લેતા તેઓના જણાવ્યા મુજબ રોગ પ્રતિકારક શક્તિમાં ખુબ વધારો થયેલ જણાયો અને તેની સાથે ડાયાબિટીસ તથા પેટની તકલીફોમાં પણ ખુબ ફાયદો જોવા મળેલ.આ ઉકાળો બનાવવા માટે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ - જસદણના ઉત્સાહી સભ્યોએ ખુબ જ મહેનત કરીને આ સુંદર આયોજન કરેલ હતું.

અહેવાલ:- કરશન બામટા ,જસદણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here