જાણો કોના વિરુદ્ધ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ૧૬ વર્ષીય યુવતી પર કુકર્મ કર્યાની ફરિયાદ

0
347

સુરત ગુનાખોરીનું હબ બની રહ્યું હોય તેવું આજકાલ બનતા બનાવો પરથી લાગી રહ્યું છે. આવી જ એક બળાત્કારની ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની છે. જેમાં અપહરણ બાદ બલાત્કાર ની ઘટના બનવા પામી છે. વારે તહેવારે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે.

આ ઘટના સુરતમાં આવેલા કાપોદ્રા વિસ્તારમાં બની છે ,જ્યાં એક ૧૬ વર્ષની સગીર યુવતી સાથે આ ઘટના બની છે.

મૂળ મધ્યપ્રદેશની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સલોની( નામ બદલ્યું છે) નિયમિત કાપોદ્ર ચાર રસ્તા પર મજૂરી કામ માટે જતી હતી.

28મીએ આરોપી યુવક કિશોરીને કોપોદ્રા ચાર રસ્તાથી મજૂરી કામ માટે અમરોલી લઈ ગયો હતો અને ત્યાં ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અઠવાડિયા પહેલા પણ તે કિશોરીને મજૂરી કામ માટે ઘરે લઈ ગયો હતો. મંગળવારે કિશોરીએ સંબંધીઓને તે વિશે વાત કરી આરોપી વિરુદ્ધ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

કાપોદ્રા પોલીસ ને ફરિયાદ મળતાં પોલીસે લેખરાજ ગુર્જર (રહેઠાણ સુર્યનગર સોસાયટી પુણાગામ સુરત મુળગામ બામણવાસ જી સવાઇ માઘોપોર રાજસ્થાન) નામના વ્યક્તિ વિરુદ્ધ I.P.C. કલમ ૩૪૨, ૩૬૩, ૩૭૬, ૫૦૬(૨)તથા  ઘા પોરોટેકશન ઓફ ચીલ્ડ્રના ફ્રોમ સેક્સુયલ ઓફેન્સ એકટ કલમ ૩(એ), ૪,૭,૮,૧૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં અવાર નવાર આવી ઘટના બનતી રહે છે, થોડા દિવસ અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે.અપરાધીઓને પોલીસ વિભાગનો કોઈ ડર રહ્યો નથી.