News Updates
NATIONAL

હ્યુમન ટ્રાફિકિંગ કૌભાંડ:અમદાવાદની ભાગોળથી સગીરાનું અપહરણ કરી રાજસ્થાનમાં 2 લાખમાં સોદો કર્યો, સોંપે એ પહેલાં પોલીસે એક પરિવારની ધરપકડ કરી

Spread the love

અમદાવાદથી સગીર વયની દીકરીનું અપહરણ કરીને તેમને રાજસ્થાનમાં વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનમાં એક સગીર વયની બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં એલસીબી અને એસઓજીએ વધુ તપાસ હાથ ધરી હતી. અલગ અલગ ટીમો બનાવીને ટેક્નિકલ અને ફિલ્ડ વર્ક કરીને આરોપીઓ સગીરાનું અપહરણ કરીને કઈ દિશામાં લઈ ગયાં છે, તેની તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીઓને ઝડપીને શહેરમાં થતાં હ્યુમન ટ્રાફિકિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

અઠવાડિયા પહેલાં એક બાળકીનું અપહરણ થયું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં ગત 12મી મેના રોજ એક સગીરવયની બાળકીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે આઈજીપી ચંદ્રશેખરે એલસીબી અને એસઓજીને આદેશ આપ્યો હતો. આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં તેઓ કઈ દિશામાં બાળકીને લઈ ગયા છે તેની ટેક્નિકલ અને ફિલ્ડ વર્કને આધારે તપાસ કરવામાં આવી હતી.

અપહરણકાર પરિવારની ચૂંગાલથી બાળકીને છોડાવી
આરોપી અશોક પટેલે તેની પત્ની રેણૂકા તથા રૂપલ મેકવાનની મદદગારીથી સગીરાનું અપહરણ કરીને તેને રાજસ્થાનમાં બે લાખમાં વેચી મારવાનું ષડયંત્ર રચ્યું હતું. તે સગીરાને રાજસ્થાનમાં લઈ જઈને વેચે તે પહેલાં જ પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પ્રમાણે તેઓ સગીર વયની ગરીબ વર્ગની બાળકીઓને નિશાન બનાવતાં હતાં. તેમને લલચાવી, ફોસલાવી, બળજબરી પૂર્વક તેમનું જાતીય શોષણ કરીને તેમને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લગ્ન માટે તૈયાર કરતાં હતાં અને લગ્ન માટે થઈને મોટી રકમની વસૂલાત કરતાં હતાં.


Spread the love

Related posts

સપનું પૂરું થશે:હવે બહારના રાજ્યના નાગરિકો પણ જમ્મુ-કાશ્મીરના રહીશ બની શકશે

Team News Updates

32 વર્ષની લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા:56 વર્ષના પાર્ટનરે કટરથી મૃતદેહના ટુકડા કરી કૂકરમાં બાફ્યા, પછી કૂતરાઓને ખવડાવી દીધા, મુંબઈમાં શ્રદ્ધા મર્ડર કેસ રિપીટ થયો

Team News Updates

22 રજવાડાઓમાંથી કેવી રીતે થઈ રાજસ્થાનની રચના?8 વર્ષ, 7 મહિના અને 14 દિવસનો લાગ્યો સમય

Team News Updates