સુરતમાં લુખ્ખા તત્વોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. તેઓ ખુલ્લેઆમ આતંકી પ્રવૃત્તિ કરી શહેરના લોકોને ત્રાહિત કરી રહ્યા છે.આવી જ એક ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં સામે આવી છે.
સુરતનો લિંબાયત વિસ્તાર આવા લુખા આતંકીઓ માટે કુખ્યાત છે. ત્યાં અવારનવાર આ પ્રકારની આતંકી પ્રવૃત્તિ નો ત્રાસ જોવા મળે છે. આ ઘટના પોલીસ માં કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચવા બાબતે બની હતી.
પાંચ જેટલા વ્યક્તિએ તલવાર વડે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર અગાઉ કોઈ કેસમાં કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા માટે વાતચીત દરમિયાન હથિયારો ઉગમ્યા હતા.
જેમાં એક વ્યક્તિ પર પાંચ જેટલા લોકોએ તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઘાયલ પરિસ્થિતિમાં યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. હાલમાં પોલીસે આ ઘટના મામલે ગુનો નોંધ્યો છે. ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.