દીકરીને ફાંસી પર લટકાવી પોતે પણ કરી આત્મહત્યા, સેલ્ફી વીડિયોમાં જણાવ્યું કારણ

0
507

આંધ્રપ્રદેશમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પિતાએ તેની 5 વર્ષની પુત્રીને ફાંસી આપી અને પછી તેણે આપઘાત કરી લીધો. આત્મહત્યા કરતા પહેલા પિતાએ વીડિયો પણ બનાવ્યો હતો.

શુક્રવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર શહેરમાં ગણેશ નામના વ્યક્તિએ પોતાની 5 વર્ષની પુત્રીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પુત્રીનો મૃતદેહ બાથરૂમમાં લટકાવવામાં આવ્યો હતો જ્યારે પિતાની લાશને પંખા સાથે રૂમમાં લટકેલી હતી. જ્યારે પોલીસે રૂમમાં તલાશી લીધી ત્યારે તેમને એક હૈયું હચમચાવે તેવો સેલ્ફી વીડિયો મળ્યો જેમાં ગણેશે આ સમગ્ર ઘટનાનું કારણ જણાવ્યું હતું.

વીડિયોમાં ગણેશે કહ્યું હતું કે છૂટાછેડા પછી તે તેની પૂર્વ પત્ની પાસેથી બાળકનો કબજો લઈ શક્યો ના હતો, તેથી આ પગલું ભર્યું. ગણેશે વીડિયોમાં જણાવ્યું હતું કે તેણે લવ મેરેજ કર્યા હતા, પરંતુ લગ્ન બાદ પત્નીના અન્ય સાથેના સંબધોને કારણે છુટા છેડા લીધા હતા.

વીડિયોમાં ગણેશે જણાવ્યું હતું કે છૂટાછેડા પછી તેની પત્ની બાળકને ત્રાસ આપતી હતી તેથી તે બાળકીનો કબજો મેળવવા માંગતો હતો પરંતુ પુત્રી ને ન મેળવી શક્યો. આ કારણે, તેણે આ પગલું ભર્યું છે.