રાજકોટ: તંત્રએ દિવસે સીલ લગાડ્યા અને “નીડર” ચાની હાટડીનાં સંચાલકો બેફામ બન્યા !!

0
946

અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી સમયે તંત્રએ માઈક્રો પ્લાનિંગથી સુપર સ્પ્રેડર શોધ્યા !!: રાજકોટનું તંત્ર આને સુપર સ્પ્રેડર નહિ કહે ???

તા.૬, રાજકોટ: સમગ્ર ભારતમાં કોરોનાએ ભરડો લઈને પોતાનો કબજો યથાવત રીતે જમાવ્યો છે ત્યારે તંત્ર કોરોનારૂપી મહાકાય રાક્ષસને નાથવામાં અસફળ સાબિત થઇ રહ્યું છે અને મરણીયા પ્ર્યાસો કરી રહ્યું છે. ઉપરાંત કેટલીક જગ્યાએ સિવિલ હોસ્પિટલની સારવારને કોરોના પોઝીટીવ દર્દીઓ બિરદાવી પણ રહ્યા છે તો સમગ્ર ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનાં નામે કોરોના સેન્ટર નામ આપીને ખાનગી ડોકટરો દર્દીઓના પરિવારોને ખંખેરી રહ્યા છે.

છેલ્લા ૫ દિવસથી ગુજરાતનાં આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ રાજકોટ પહોંચીને માઈક્રો પ્લાનિંગ કરીને કોરોનાને નાથવા માટેના આયોજનો કરી રહ્યા છે ત્યારે ભીડ એકત્ર થાય તેવી અનેક જગ્યાએ સોશિયલ ડીસ્તંસ ણ જાળવવા બાબતે તંત્રહોટેલ અને ચાની કીટલીઓ તથા પાનના ગલ્લાના સંચાલકો સામે લાલ આંખ કરી રહ્યા છે.

ગઈકાલે રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા કુલ ૫ જેટલી ચાની હોટેલનાં સંચાલકો સામે લાલ આંખ કરીને સીલ લગાડી દેવામાં આવ્યા હતા પરંતુ ચા હોટેલના સંચાલકો જાણે તંત્રને પણ “ઓપન ચેલેન્જ” આપતા હોઈ તેમ હોટેલ બંધ રાખીને બહાર ચા-પાણીનાં જગ લગાવીને વેચાણ ચાલુ રાખ્યું હતું. શું આને સુપર સ્પ્રેડર ણ કહી શકાય ?? અને લોકોને સામાન્ય બાબતોમાં દંડ કરવામાં શુરવીરતા બતાવતી રાજકોટ શહેર પોલીસ પણ આ સમયે રસ્તા પરથી મુક પ્રેક્ષક બનીને પસાર થઇ રહી હતી. તો આગામી સમયમાં તંત્ર આવી ચાની કીટલીઓના સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે, ફક્ત શોભાના ગાંઠીયા સમાન સીલ લગાવીને સંતોષનો ઓડકાર મેલ્વ્વશે ? તેવી લોકમુખે ચર્ચા થઇ રહી છે.