News Updates
Uncategorized

રાજકોટ/ રેસકોર્સમાં પાંચ દિવસીય ગૌ-ટેક 2023 એક્સપોનો આવતી કાલથી રંગારંગ પ્રારંભ

Spread the love

ગૌ- પૂજન, ગૌ-આરતી સાથે સવારે 9 કલાકે મેળાનો પ્રારંભ

સાંજે 5 કલાકે કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલા ગૌ-ટેક 2023 એક્સપોનું વિધિવત ઉદ્ઘાટન કરશે

ચાર વિશાળ એ.સી ડૉમમાં 200થી વધુ ગૌ-આધારિત પ્રોડક્ટના વિવિધ સ્ટોલ

રાજકોટ : 23

 ગાય આધારિત વિવિધ ઉદ્યોગની વ્યાપક જાણકારી અને માર્ગદર્શન આપતા ગૌ -ટેક 2023 એક્સપોનું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડનમાં 24થી 28 મે દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. “કામધેનુ નગરી” નામકરણ કરાયેલા આ એક્સ્પોમાં દરરોજ સવારના 9થી સાંજના 7 સુધી લોકો ગૌ આધારિત વિવિધ પ્રોડક્ટ્સ નિહાળી અને માર્ગદર્શન મેળવી શકશે.  આ મેળા માટે 2 લાખ 30 હજાર સ્કવેર ફુટ જગ્યામાં  કુલ 4 વિશાળ એ.સી.ડૉમ ઉભા કરવામા આવ્યા છે. આ તમામ ડૉમને ભારતીય શાસ્ત્રોમાં ઉલ્લેખિત ગાયોના નામ આપવામાં આવ્યા છે.  સુરભી, સુશીલા, સુભદ્રા, બહુલા, કપિલા,નંદિની ડૉમ ઉપરાંત અન્ય સ્થાનોના નામ પણ ગાયોના નામ પરથી રાખવામાં આવ્યા છે.

તા.24ને બુધવારે સવારે 8:30 કલાકે આ પાંચ દિવસીય ગૌ-ટેક એક્સ્પોની પ્રારંભિક સફર જિલ્લા પંચાયત ચોકમાંથી શોભાયાત્રા સ્વરૂપે થશે. જિલ્લા પંચાયત ચોકમાંથી શણગારેલા અલગ-અલગ બળદ ગાડાઓમાં સંતો-મહંતો, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, સહિતના મહાનુભાવો બિરાજશે. ગૌશાળાના બેન્ડ-વાજા સાથે ધામધૂમ પૂર્વક આ યાત્રા ગૌ-ટેક એક્સ્પોના સ્થળે પહોંચશે ત્યારે ગૌ-પૂજન અને ગૌ-આરતી સહિતની ધાર્મિક વિધિ સાથે એક્સ્પોને સવારે 9 કલાકે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

 જી.સી.સી.આઈ.ના નેજા હેઠળ આયોજિત આ ગૌ-ટેક એક્સ્પોમાં ગૌ-ગાયત્રી યજ્ઞનો વૈદિક મંત્રોચાર સાથે સવારે શુભારંભ થશે. આ ગૌ-ગાયત્રી યજ્ઞ દરરોજ સવારે 9થી 11 અને બપોરે 3થી સાંજે 5 વાગ્યા સુધી પ્રજ્વલ્લિત રહેશે.  મેળાના મુલાકાતીઓ તેનો લાભ લઇ શકશે.

તા.24ને બુધવારે સવારે 10થી 12 દરમ્યાન ગૌ-સંવર્ધન વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નામાંકિત વક્તાઓ પોતાનું પ્રવચન આપશે. જ્યારે આ જ દિવસે બપોર બાદ 3થી 5 દરમ્યાન દ્વિતીય સેમિનાર યોજાશે. જેમાં બાયો ફર્ટીલાઈઝર, બાયો પેસ્ટીસાઈડ અને પ્રાકૃતિક કૃષિ વિશે નિષ્ણાતોનું પ્રવચન યોજાશે. ઉક્ત સેમિનારમાં જે-તે વિષયના તજજ્ઞ વક્તાના પ્રવચન બાદ બીજા વક્તા સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી અને તે યોજનાનો લાભ મેળવવા સચોટ માર્ગદર્શન આપશે. જ્યારે ત્રીજા વક્તા પ્રોજેકટ રિપોર્ટ થકી યાંત્રિકી જાણકારી આપશે. બાદમાં સક્સેસ ગૌ-ઉદ્યોગકારોની ઔધોગિક સફરની ગાથા વર્ણવશે. જેના થકી ભાવિ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ કરવા માંગતા યુવાનોને પ્રેરણા, માર્ગદર્શન મળશે.

જેમાં પ્રથમ દિવસે બુધવારે સવારે 10:05 વાગ્યાથી કામધેનુ યુનિ. આણંદના ડૉ. શ્રી પ્રકાશ કોરિંગા કાઉ બ્રિડિંગ વિશે, 10:45 વાગ્યાથી 11:15 સુધી શ્રી જ્યેન્દ્ર મહેતા (મેનેજીંગ ડિરેકટર, અમુલ, આણંદ) ફાઇનાન્સિયલ સ્પોર્ટ સિસ્ટમ વિષયક મંતવ્ય આપશે. 11:15થી 11:45 સુધી ડૉ.પી.આર.પાંડે સક્સેસ સ્ટોરી વર્ણવશે. ત્યારબાદ 11:45થી 12 વાગ્યા સુધી પ્રશ્નો-જવાબનું સેશન યોજાશે. આ સેશનના કોર્ડિંનેટર તરીકે સૌરાષ્ટ્ર યુનિ.ના ડૉ. વિશાલ શુક્લા રહેશે. જ્યારે સેકન્ડ કો કોર્ડીનેટર તરીકે શીતલ ત્રિવેદી અને હિના રાદડિયા ભૂમિકા નિભાવશે. સેમિનારનું બીજું સેશન બપોરે 3:20થી 4 વાગ્યા સુધી યોજાશે. જેમાં શ્રી દેવરામ પુરોહિત (મેનેજીંગ ડિરેકટર, ધેનુપ્રસાદ એગ્રોવેટ પ્રા. લી. બનાસકાંઠા) ગૌમૂત્રથી ફર્ટીલાઈઝર

અને બાયોફર્ટીલાઈઝર વિષયક પ્રવચન આપશે. જ્યારે ડૉ. વિશાલ કોઠારી (મેનેજીંગ ડિરેકટર, સિમબાયોટિક બાયોલોજીકલ, રાજકોટ) બાયોપેસ્ટીસાઈડ અને બાયોફર્ટીલાઈઝર વિષયક વ્યાખ્યાન આપશે. સાંજે 4થી 4:30 દરમ્યાન શ્રી વિપુલ કથીરિયા ( આસી.ડાયરેકટર ઓફ એગ્રીકલચર ગવર્મેન્ટ ઓફ ગુજરાત) અને શ્રી કે.વી. મોરી (જનરલ મેનેજર, ડિસ્ટ્રીક ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર, રાજકોટ) મિનિસ્ટ્રી ઓફ એ.એચ/ એમ.એસ.એમ.ઇ/ સી.એસ.આર હેડ સરકારની આર્થિક સહાય પ્રણાલી વિષયક માહિતી આપશે. જ્યારે 4:30થી 5 વાગ્યા દરમ્યાન શ્રી દિનેશ કુંભાણી, વેલજીભાઈ ભુડીયા અને મનોજ સોલંકી સક્સેસ સ્ટોરી વર્ણવશે. સાંજે 5થી પ્રશ્નોતરી શરૂ થશે.

 તા. 24ને બુધવારે સાંજે 5 કલાકે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે મેળાનું વિધિવત ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે ઇફકોના ચેરમેન અને પૂર્વ કૃષિમંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ શહેર મેયર  ડૉ. શ્રી પ્રદીપ ડવ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપરાંત પ.પૂ.પરમાત્માનંદ સરસ્વતિ, પ. પૂ. મુક્તાનંદ બાપુ, પ.પૂ. કૃષ્ણમણી મહારાજ પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી (છારોડી ગુરુકુળ) સહિતના ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પુરસોત્તમ રૂપાલા જી.સી.સી.આઈ પોર્ટલનું લોન્ચિંગ કરશે. આ પોર્ટલ થકી ગૌ-આધારિત પ્રોડક્ટના ઉત્પાદનકર્તા, ઉદ્યોગકારો અને આ ઉત્પાદનના ખરીદારો વચ્ચે સંપર્ક સ્થાપિત થશે. આ પોર્ટલ  ઉત્પાદકો અને ખરીદારો વચ્ચે એક સાંકળનું કાર્ય કરશે જે આવનારા સમયમાં ગૌ આધારિત ઉત્પાદનોને વિશાળ માર્કેટ પૂરું પાડવામાં નિમિત્ત બનશે. બપોરે 5 વાગ્યાથી શરૂ થયેલા આ ઉદ્ઘાટન સમારોહમાં મોડી સાંજે સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં ગૌ-ભક્તિ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે. ઉદ્ઘાટન દિવસના કાર્યક્રમોનું સમાપન શ્રી મનસુખભાઇ વસોયાના હાસ્યરસ કાર્યક્રમ દ્વારા થશે.

ગૌ પ્રોડક્ટના 200થી વધુ વિવિધ સ્ટોલ, તેમજ સેમિનાર માટે એક ખાસ ડૉમનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્થાપિત સપ્તમંદિરની મુલાકાતીઓ પ્રદક્ષિણા કરી શકશે. વિવિધ દેશી નસલની  સાત ગાયના વાછરડાના દર્શન-પૂજન  કરી શકશે. સમગ્ર એક્સ્પોમાં વિવિધ સ્થાનો પર ગાયોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે જ્યાં મુલાકાતીઓ સેલ્ફી લઈ શકશે. ગૌ-પ્રદર્શનમાં વિવિધ ચાર્ટ મારફત ગૌ- ઉદ્યોગ વિષયક માર્ગદર્શન મેળવી શકાશે.

આ ગૌ ટેક -2023 એક્સપોના  ડેરીના ધંધાર્થીઓ, દૂધ પાઉડર વેચનાર, ડેરી મશીનરી વિક્રેતા, દૂધ પરીક્ષણની લેબોરેટરી સાધન વિક્રેતા, સાબુ બનાવનાર, કોસ્મેટિકના ઉત્પાદકો, સહકારી સંગઠનો, અર્ક વિતરકો, ગાયના છાણના વિવિધ મૂર્તિ ઉત્પાદકો, ધૂપ બનાવનાર, દવા બનાવનાર, કાષ્ટ બનાવનાર, ગોબર ગેસના પ્લાન્ટ નિર્માતાઓ, રંગ રસાયણ ઉત્પાદકો, જૈવિક ખાતરના ઉત્પાદકો, બાયો ડી.એ.પી ઉત્પાદકો, ખાણદાણ બનાવનાર કંપનીઓ, પંચગવ્યના ઉત્પાદકો, ગર્ભ સંસ્કાર કેન્દ્રો, પ્રાકૃતિક કૃષિના બીજ નિર્માતાઓ, ઓર્ગેનિક ફળ કે શાકના ઉત્પાદકો, ગાયની આનુવંશિક કાર્યશીલ કંપનીઓ, રાજ્ય પશુધન વિકાસ બોર્ડ, એન ડી આર આઈ, એન બી જી એ આર, આઈ વી આર આઈ અનુસંધાન કેન્દ્રો, પશુ ડોક્ટરોની ટીમો, આત્મનિર્ભર ગૌ પાલકો, પાંજરાપોળ માલિકો, ઇકો વિલેજના નિર્માતાઓ, કૌશલ વિકાસ કેન્દ્રો,  કાઉ ટુરિઝમ ચલાવનાર સંસ્થાઓ, એન આર આઈ તેમજ સ્વદેશી કંપનીઓ, સહકારી સંસ્થાઓ, જીવદયા કેન્દ્ર ચલાવનાર સંસ્થાઓ, એન જી ઓ, સી એસ આર કંપનીઓ ભાગ લઈ રહી છે. જેમાં ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર આત્મનિર્ભર ભારતના મેઇક ઇન ઇન્ડિયાના મોડેલ દ્વારા નવા ઉદ્યોગ સાહસિકો દેશને ગૌ ઉત્પાદનો થકી વિશ્વગુરુ બનવાના માર્ગને પ્રસસ્થિત કરી શકશે.

સેમિનારોની દિવસવાર સમય સારણી

તારીખ 25ને ગુરુવારે પ્રથમ સેશનમાં સવારે 10:05 થી 10:45 સુધી ડૉ. પરાગ રાજપરા (એસો.પ્રો. ડિપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ એન્જીનીયરીંગ, મારવાડી યુનિ. રાજકોટ) રિન્યુબલ એન્ડ સસ્ટેનેબલ એનર્જી સોર્સીઝ ઓફ ડિફરન્ટ સેકટર વિષયક પ્રવચન આપશે. ત્યારબાદ સવારે 10:45થી 11:15 દરમ્યાન ડૉ. વીરેન્દ્ર વિજય (આઈ.આઈ ટી. દિલ્હી) સરકાર, મિનિસ્ટ્રી અને સી.એસ.આરની ફાઇનાન્સિયલ સ્પોર્ટ સિસ્ટમ વિશે વિસ્તૃત જાણકારી આપશે. જ્યારે 11:15થી 11:45 સુધી સુરેશ ભારતી અને પાંજરાપોળ સુરત સક્સેસ સ્ટોરી વર્ણવશે. જ્યારે 11:45થી 12:15 સુધી પ્રશ્નોતરી અને સમાધાન સ્વરૂપનું કનકલુઝન આપવામાં આવશે. બપોર બાદ બીજા સેશનમાં બપોરે 3:20થી 4 વાગ્યા દરમ્યાન ડૉ. પ્રીથી શ્રીનિવાસ જર્ની ઓફ એમ્પાવરિંગ લાઈવ લિહુડ્સ વર્ણવશે. બપોરે 4 વાગ્યાથી 4:30 સુધી ડૉ. લીના ગુપ્તા (એમ.ડી. હેબઇટેડ ઇકોલોજિકલ ટ્રસ્ટ, નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સરકારી સહાય વિષયક જાણકારી આપશે. 4:30થી 5 દરમ્યાન વિક્રાંત યુનિ. ગ્વાલિયર, સંજય પટેલ, એસ.પી.આર.ઇ. આણંદ અને શ્રીજી ગૌશાળા (રમેશભાઇ ઠક્કર) સક્સેસ સ્ટોરી વર્ણવશે. ત્યારબાદ પ્રશ્નોતરીકાળ રહેશે.

તા.26ને શુક્રવારે  સવારે 10:05થી 10:45 દરમ્યાન ડૉ. શ્રી  ગૌરવ એસ.દવે (આસી. રિસર્ચ સાઈન્ટીસ, બાયો સા. રી.સેન્ટર , એસ.ડી. એગ્રીકલ્ચર યુનિ. સરદાર કૃષિ નગર) કાઉ ડુંગ ડાયનામીક તથા શ્રી દિલીપભાઈ સખીયા (ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, કાલાવડ) પાણી અને ગાય ગોબર વિષયક સેમિનાર સંબોધશે. 10:45થી 11:15 દરમ્યાન શ્રી રામાવતારસિંગ (ડેવલોપમેન્ટ કમિ. એમ.એસ.એમ.ઇ.) એન્ડ કેન્દ્રીય એમ.એસ.એમ.ઇ. મિનિસ્ટ્રી સરકારી સહાય વિતરણ વ્યવસ્થાની જાણકારી, માર્ગદર્શન આપશે. જ્યારે 11:15થી 11:45 સુધી ડૉ. શ્રી શિવદર્શન મલિક, શ્રી ભીમરાજ શર્મા, શ્રી ધીરજ ભાલાણી, શ્રી દેશમુખ (અક્ષય ફાર્મા) અને શ્રી ભાગ્યશ્રી ભાખરે સક્સેસ સ્ટોરી વર્ણવશે. 11:45થી 12:15 દરમ્યાન પ્રશ્નોતરી સમય અને તેનું સમાધાનનું સેશન રાખવામાં આવ્યું છે. બપોર બાદના સેશનમાં 3:20થી 4 કલાક સુધી ડૉ. હિતેશ જાની ( રીટા. પ્રિ. ગુજરાત આયુ યુનિ. જામનગર) ડેરી અને બાયો-ગોલ્ડ વિષયક તથા ડૉ. કે.કે. આહુજા (એસો.પ્રો. ડેરી. ટેકનોલોજી ડિપા. કામધેનુ યુનિ. અમરેલી), ગાયના દૂધ અને પારંપરિક ડેરી પ્રોડક્ટ્સ વિશે જાણકારી આપશે. 4થી 4:30 સુધી ફાઇનાન્સિયલ સ્પોર્ટ સિસ્ટમ વિષયક માહિતી તેમજ 4:30થી 5:30 દરમ્યાન શ્રી દિલીપ સખીયા (ગીર ગોલ્ડ) અને શ્રી કયુમભાઈ બ્લોચની સક્સેસ સ્ટોરી તેમજ સવાલ-જવાબનું સેશન યોજાશે.

તા.27ને શનિવારે સવારે 10:05થી 10:45 સુધી ડૉ. સાબિન કપાસી (ચીફ. એડવાઇઝર, ગ્લોબલ સ્ટ્રેટરજી ટિમ, યુ.એન.ડી.એ.સી), તથા ડૉ. નિખિલ ડાંગર (આસી.પ્રો. વેટરનીટી કોલેજ, જૂનાગઢ) ગૌશાળાના રખરખાવ અને નાણાકીય સ્ત્રોત, ટેકનોલોજીની જાણકારી અને મોર્ડન કાઉ મેનેજમેન્ટ વિશે જાણકારી આપશે. સવારે 10:45થી 11:15 સુધી ડૉ. કે. એમ. ડામોર (જોઈન્ટ ડાયરેકટર એનિમલ હસબન્ડરી ગુજરાત સરકાર), સરકારી સહાયની વિગતો આપશે.  જ્યારે 11:15થી બપોરે 12 સુધી ડૉ. પ્રશાંત યોગી તથા માધવ સ્વામી સક્સેસ સ્ટોરી વર્ણવશે અને પ્રશ્નોતરીકાળ દરમ્યાન સવાલોનું સરળ સમાધાન મળશે. બપોરે 3:20થી પ્રારંભ થનારા બીજા સેશનમાં ડૉ. જે.બી. કથીરિયા (આસી.પ્રો. કામધેનુ યુનિ. જૂનાગઢ), એ.પી. હરિ દત્તા વર્મા (ડિરેકટર વશિષ્ટ એન્ટરપ્રાઈઝ સોલ્યુશન પ્રા. લી. હૈદરાબાદ), વૃષાલી કુલકર્ણી (હૈદરાબાદ) 3:20થી 4 દરમ્યાન એગ્રીકલ્ચર સપ્લાયની ચેઇન સિસ્ટમ વિશે જાણકારી આપશે.  બપોરે 4:30થી 5:30 સુધી શ્રી ચંદુભાઈ સુરાણીની સક્સેસ સ્ટોરી અને પ્રશ્નોતરીકાળ રહેશે.

છેલ્લા દિવસે તા.28ને રવિવારે સવારે 10:05થી 10:45 સુધી ડૉ. કરિશ્મા નરવાણી (ડાયરેકટર ઓફ ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર) તથા ડૉ. બી.એસ. રાઠોડ ( આસી. રિસર્ચ સાઈન્ટીસ કામધેનુ યુનિ. દાંતીવાડા)  પંચગવ્ય ચિકિત્સા તથા દેશી કાંકરેજી ગાય વિષયક માહિતી આપશે. જ્યારે 10:45થી 11:15 સુધી આનંદભાઈ મહેતા (ટેક.ઓફિસર, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપા. ગુજરાત) આયુર્વેદિક દવા વિશે માહિતી આપશે. 11:15થી 12:15 દરમ્યાન રમેશભાઈ રૂપરેલીયા ( ગીર ગૌ જતન ગોંડલ)ની સક્સેસ સ્ટોરી અને પ્રશ્નોતરી યોજાશે.

ગૌ આધારીત વિશ્વની પ્રથમ પ્રદર્શનીના ભવ્ય આયોજન માટે ૧૪ જેટલી કમિટીઓ

  ‘ગૌ આધારીત’ પ્રદર્શની ”ગૌ ટેક/GAU TECH–2023” ના ભવ્ય આયોજન માટે અલગ અલગ ૧૪ જેટલી કમિટી અને તે ૧૦૦થી વધુ મેમ્મબર તન–મન ધનથી રાત-દિવસ જોયા વગર અવિરત પણે કાર્ય કરી રહયાં છે. આ સમગ્ર કમિટીના માર્ગદર્શક તરીકે ડો. વલ્લભભાઈ કથીરિયા, હંસરાજભાઈ ગજેરા, કલ્પકભાઈ મણીયાર, રાજુભાઇ ધ્રુવ, ચેતનભાઈ રામાણી, અમીતાભ ભટ્ટનાગર, રમેશભાઈ ઘેટીયા, પુરીશકુમાર, રમેશભાઈ ઠકકર,ગીરીશભાઈ દેવાડીયા, મિતલભાઈ ખેતાણીનું માર્ગદર્શન મળી રહે છે. તેવી આજ ૧૪ જેટલી વિવિધ કમીટી અને તેના મેમ્બર્સ કાર્ય કરી રહ્યા છે.

કમીટી

(૧) મીડીયા કમિટી

(૨) મંડપ કમિટી

(૩) સ્વાગત કમિટી

(૪) લાઈટ એન્ડ સાઉન્ટ કમિટી

(૫) ભોજન કમિટી

(૬) નિઃશુલ્ક છાશ અને પાણી કમિટી

(૭) સ્ટેજ એન્ડ કલ્ચર કમિટી

(૮) કલીનીંગ/ સફાઈ કમિટી

(૯) ડ્રેસ કમિટી

(૧૦) એકોમોડેશન કમિટી

(૧૧) બેનર, ડીસ્પ્લે એન્ડ પ્રિન્ટીંગ કમિટી

(૧૨) હેલ્થ/આરોગ્ય કમિટી

(૧૩) આઈ.ટી. સોશ્યલ મીડિયા કમિટી

(૧૪) સેમીનાર કમિટી


(૧) મીડીયા કમિટીમાં રાજુભાઈ ધ્રુવ, અરૂણભાઈ નિર્મળ, બી.બી. કાબરીયા (કેવીકે), સુરેશભાઈ પરમાર, પ્રકાશભાઈ સોલંકી, વનરાજભાઈ, હેમલભાઈ લાખાણી, વિપુલભાઈ રાઠોડ, રાજુભાઈ ધારૈયા

(૨) મંડપ કમિટીમાં અતુલ ગોંડલીયા, હરેશભાઈ કાનાણી, શશીભાઈ જોષી, કાળુમામા, ગુણવંતભાઈ ભટ્ટ, અરવિંદભાઈ સોજીત્રા, ભાઈજી

(૩) સ્વાગત કમિટીમાં ગોવિંદભાઈ પટેલ, ભાનુભાઈ મહેતા, ગુણવંતભાઈ ડેલાવાળા, વી.પી. વૈષ્ણવ, રક્ષાબેન બોળીયા, મનીષભાઈ ભટ્ટ, માધવભાઈ દવે, હરેશભાઈ કાનાણી, દિલીપભાઈ કલોત્રા, કુમારભાઈ શાહ, મનોજભાઈ મારૂ, રમાબેન હેરમા, ભરતભાઈ સુરેજા,, રાજેશભાઈ ગોંડલીયા, ઉતમભાઈ જાની, હીમાબેન શાહ, રેશ્માબેન સોલંકી, નયનાબેન મકવાણા, ભરતભાઈ રબારી, મનન શાહ, રાજેનભાઈ સિંધવ, રક્ષીત સોલંકી, ધ્યેય શાહ, પ્રણવભાઈ ચંદ્રા, અવનીબેન બગડાઈ, યોગેશભાઈ પાંચાણી, પ્રદિપભાઈ બોરીસાગર

 (૪) લાઈટ એન્ડ સાઉન્ટ કમિટીમાં અતુલભાઈ ગોંડલીયા, હરેશભાઈ કાનાણી, શશીભાઈ જોષી, કાળુમામા, ગુણવંતભાઈ ભટ્ટ, અરવિંદભાઈ સોજીત્રા, ભાઈજી

(૫) ભોજન કમિટીમાં મુન્નાભાઈ રાવલ, પ્રતાપભાઈ ડાંગર, પ્રવિણભાઈ પરસાણા, ધર્મેશભાઈ મકવાણા, જયેશભાઈ વસા, મનન શાહ, કુમાર શાહ

(૬) નિઃશુલ્ક છાશ અને પાણી કમિટી અરવિંદભાઈ સોજીત્રા, ધીરૂભાઈ આસોદરીયા, જતીનભાઈ મહેતા, જયેશભાઈ મહેતા, રાજનભાઈ વેલાણી, નીતીનભાઈ ગોડા, હિમાંશુભાઈ શાહ, અર્હમ વોરા

(૭) સ્ટેજ એન્ડ કલ્ચર કમિટીમાં નીલેશભાઈ

શાહ, વિજયભાઈ કારીયા, બિહારીભાઈ ગઢવી, કમલેશભાઈ મહેતા, પિયુષભાઈ હિંડોચા, ભવાન ખીમાણી, અતુલભાઈ જોષી, હર્ષ રાયઠઠ્ઠા, મુકેશભાઈ દોશી, રાજુભાઈ ધારૈયા, જગદીશભાઈ કપુરીયા, અશોકસિંહ જાડેજા, ડો. અશોકભાઈ, નિલેશભાઈ દોશી

 (૮) કલીનીંગ/ સફાઈ કમિટીમાં નયનભાઈ

 (૯) ડ્રેસ કમિટી મનીષભાઈ ભટ્ટ, યોગેશભાઈ ગોડા

(૧૦) એકોમોડેશન કમિટી વિનુભાઈ કાછડીયા, હરેશભાઈ પંડયા, જય નિર્મલ, નૈમીષ કેશરીયા, બાબુભાઈ ભુવા, ધીરૂભાઈ ઠુંમર, હરેશભાઈ ડોબરીયા, રાહુલભાઈ દોંગા, હિતેશભાઈ ચાવડા, રમેશભાઈ ચૌહાણ, વિજયભાઈ (હોસ્ટેલવાળા), છગનભાઈ કથીરિયા

(૧૧) બેનર, ડીસ્પ્લે એન્ડ પ્રિન્ટીંગ કમિટીમાં રાજુભાઈ ધારૈયા, વિશાલભાઈ ચાવડા, તેજસ ચોટલીયા, હેંમતભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ

(૧૨) હેલ્થ/આરોગ્ય કમિટીમાં ડો. અરવિંદભાઈ ભટ્ટ

(૧૩) આઈ.ટી. સોશ્યય મીડિયા કમિટીમાં સુનીલ કાનપરીયા, ડો. લાડવા, કમલેશભાઈ, ચીરાગભાઈ રામપરા, પુર્વીશભાઈ વડગામા, એસ.એ.જી.સી. ટીમ, દિલ્હી ટીમ, પુરીશકુમાર, નંદલાલભાઈ, નિકુંજભાઈ, મયુરભાઈ

(૧૪) સેમીનાર કમિટીમાં ડો. ભરત કાહીર, રમેશભાઈ કોઠારી, ડો. કવાણ અંધારીયા, ડો. વિરલ શુકલા, ડો. જલ્લા રાંક, શ્રીમતી શીતલબેન ત્રિવેદી, શ્રીમતી કિંજલ પરમાર, ડો. કલ્પના રાખોલીયા, શ્રીમતી કિરણ ચીખલીયા, શ્રીમતી દિક્ષા ઠાકુર, શ્રીમતી બીના દેત્રોજા, શ્રીમતી અમીશી ભટ્ટ, શ્રીમતી હીના રાદડીયા, ડો. રાજન ખુંટ, પુજા ભંડેરી, ડો. અમીતા જીવાણી, ડો. મીતલ કનેરીયા, ડો. સુરેશ ચોવટીયા, ડો. તૃપ્રેશ પેથાણી, પ્રો.દિપક પટેલ, શ્રી જીતેન્દ્સીંગ ટી. રાણા, ડો. જીગ્ના ટાંક, ભવદીપ પડશાળા, વિભાકર ચૌધરી, ડો. જીતેન્દ્ર રાદડીયા, શ્રી રૂપેશ ટાંક, ડો. કૃણાલ હિરપરા વિગેરે ૧૪ જેટલી કમિટીમાં રાજકોટનાં અગ્રગણ્ય કહી શકાય તેવા ગૌ-પ્રેમી, સમાજ સેવક, સહકારી અગ્રણી, મીડીયાના તજજ્ઞો તેમજ વિવિધ એન.જી.ઓ.ના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કાર્ય કરી રહયાં છે


Spread the love

Related posts

AI ટૂલથી મળશે ડબિંગ અને ટેક્સ્ટ ફિચર,YouTube પર શોર્ટ્સ, વીડિયો બનાવવો થશે સહેલો

Team News Updates

Paris Paralympics 2022:17 વર્ષની શીતલ પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સનો ભાગ બનશે, હાથ વગર પોતાની તાકાત દેખાડશે

Team News Updates

એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈએ બોક્સ ઓફિસ પર મચાવ્યું હતુ તોફાન, હવે ત્રીજા ભાગમાં શું કરશે ભાઈજાન?

Team News Updates